- ખ્યાતનામ સિંગર લતા મંગેશકર અને આશા ભોંસલે
- બોલીવુડના અનેક કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું
- રામ મંદિરમાં 4000 સાધુ સંતો અને 7000 મહેમાનો આવશે
અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલાના અભિષેક અને રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં આમંત્રણ પત્રિકાઓ વહેંચાઈ રહી છે. દેશ-વિદેશમાં લોકોમાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સમાચાર મળી રહ્યાં છે કે, સંગીત ક્ષેત્રના ખ્યાતનામ સિંગર લતા મંગેશકર અને તેમના પરિવારને રામ મંદિરનું આમંત્રણ આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે આ પહેલાં પણ વિવિધ બોલીવુડ સ્ટાર્સ અને અનેક હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યાં છે.
મંગેશકર પરિવારને રામ મંદિરનું આમંત્રણ મળ્યું
મળતી માહિતી અનુસાર, રામ મંદિરના ઉદ્ઘાટન માટે મંગેશકર પરિવારને મળ્યું આમંત્રણ છે. જેમાં આ સ્ટાર સિંગર પણ કાર્યક્રમમાં ભાગ ભાગ લેશે. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને લઈને મંગેશકર પરિવારને પણ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. હાલમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને સમગ્ર દેશમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. રામનગરી અયોધ્યામાં યોજાનારા આ ભવ્ય કાર્યક્રમ માટે માત્ર રાજકારણીઓ જ નહીં પરંતુ સિનેમા જગતની અનેક મોટી હસ્તીઓને પણ આમંત્રિત કરવામાં આવી છે. હવે આ યાદીમાં મંગેશકર પરિવારનું નામ પણ સામેલ થઈ ગયું છે.
આશા ભોંસલેએ આમંત્રણ સ્વીકાર્યું
હિન્દી સિનેમાની દિવંગત ગાયિકા લતા મંગેશકરના પરિવારને આજે સોમવારે રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહ માટે આમંત્રણ અપાયું હતું. આ આમંત્રણ પત્ર લતા મંગેશકરની બહેન અને દિગ્ગજ બોલિવૂડ ગાયિકા આશા ભોંસલેને આપવામાં આવ્યું હતું. જેના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતાં. ફોટોમાં રામ મંદિર કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યા બાદ ગાયિકા ખૂબ જ ખુશ જોવા મળી રહી હતી.
બોલીવુડના દિગ્ગજ કલાકારોને પણ આમંત્રણ
આ કાર્યક્રમ માટે મંગેશકર પરિવાર ઉપરાંત સિંગર સોનુ નિગમ, બોલિવૂડના લોકપ્રિય કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને અને તે સિવાય રણદીપ હુડ્ડા અને લીન લેશરામને આમંત્રણ મળ્યું છે અને આ યાદીમાં બોલિવૂડના દિગ્ગજ કલાકારો અનુપમ ખેર, કંગના રનૌત, અમિતાભ બચ્ચન, ટાઈગર શ્રોફ, માધુરી દીક્ષિત અને બોલિવૂડ સિંઘમ એટલે કે અજય દેવગનને પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ પત્ર મળ્યાં છે.
ટીવી સ્ટાર્સને આમંત્રણ પત્ર પણ મોકલવામાં આવ્યા છે
નાના પડદા એટલે કે ટીવીની દુનિયાના ઘણા સ્ટાર્સ પણ આ કાર્યક્રમમાં ભાગ લે તેવી અપેક્ષા છે. આ માટે ટીવીના ‘રામ’ અને ‘સીતા’ એટલે કે અરુણ ગોવિલ અને દીપિકા ચિખલિયાને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં 4000 સાધુ-સંતો સહિત દેશભરમાંથી લગભગ 7000 મહેમાનોને પણ આ શુભ અવસર માટે આમંત્રણ મળ્યું છે.
આ લિસ્ટમાં સાઉથના આ સ્ટાર્સના નામ પણ સામેલ છે
રામ મંદિરના ઉદ્ઘાટન માટે બોલિવૂડ ઉપરાંત દક્ષિણ ભારતની જાણીતી હસ્તીઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ યાદીમાં રામ ચરણ, પ્રભાસ, ચિરંજીવી, યશ, ઋષભ શેટ્ટી, મોહનલાલ રજનીકાંત અને ધનુષ જેવા ઘણા મોટા સ્ટાર્સના નામ સામેલ છે. આ કાર્યક્રમ માટે સચિન તેંડુલકર અને વિરાટ કોહલીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.


