અયોધ્યામાં ભીડ એકઠી ન થાય તે માટે તંત્ર દ્વારા અગોતરા પગલા
વારાણસીથી અમદાવાદની સાબરમતી એકસપ્રેસ ટ્રેન કલાકો મોડી પડી
અયોધ્યા તા.૨૨ જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાને હવે માત્ર સાત દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે ભીડ એકત્ર ન થાય તે માટે અયોધ્યા આવતી તમામ ટ્રેનો રદ કરવામાં આવી રહી છે.જયારે તા.૧૪ ના રોજ વારાણસી થી અમદાવાદ આવતી સાબરમતી આઠ કલાક મોડી આવતા ઠંડીમાં યાત્રીકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
અયોધ્યામા તા.૨૨ જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામ લલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને હવે માત્ર ૭ દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે શ્રધ્ધાળુઓનો પ્રવાહ અયોધ્યા દર્શન કરવા માટે આવી રહ્યો છે ત્યારે પ્રાણપ્રતિષ્ઠા ના દિવસે શ્રધ્ધાળુઓની ભીડ એકત્ર ન થાય તે માટે રેલવે તંત્ર દ્વારા અયોધ્યા આવતી મોટાભાગની ટ્રેનો રદ કરવામાં આવી રહી છે જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વારાણસીથી અયોધ્યા આવતી તમામ ટ્રેનો સમય કરતા આઠ કલાક મોડી દોડી રહી છે જેમાં વારાણસી થી અમદાવાદ આવતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત સમય કરતા આઠ કલાક મોડી દોડી રહી છે.


