- આતંવાદને પોષતા પાકિસ્તાનને આતંકીઓએ અજગર ભરડો લીધો
- પાકિસ્તાનમાં એક વર્ષમાં આતંકી હુમલામાં કુલ 419 લોકોનાં મોત થયા
- બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સૈન્ય વાહન પર આતંકી હુમલો
પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં આઈઈડી વિસ્ફોટમાં પાંચ સૈનિકોનાં મોત થયા છે. મળતી માહિતી અનુસાર બુલેદા વિસ્તારમાં રોડ પાસે આઈઈડી વિસ્ફોટ સર્જાયો હતો. જ્યારે સુરક્ષાદળોનું વાહન આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું. પાકિસ્તાનની સેનાના મીડિયા તરફથી મળતી માહિતીમાં કહેવાયું કે આઈઈડી વિસ્ફોટ પછી સુરક્ષાકર્મીઓ અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. બલૂચિસ્તાનના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ આ ઘટનાને વખોડી કાઢી હતી. ખૈબર પખ્તૂનખ્વાના ઉત્તરી વજીરિસ્તાન અને ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લામાં બે ગુપ્તચર અભિયાનોમાં ચાર આતંકી ઠાર મરાયા હતા. બાદમાં સરકારે એવું નિવેદન આપ્યું હતું કે આ વિસ્તારમાં આતંકવાદીઓને સમાપ્ત કરવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
ગત વર્ષે આટલા સૈનિકો મોતને ભેટયા હતા
પાકિસ્તાનમાં સૌથી અશાંત ગણાતો ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લામાં ગત વર્ષે 12 ડિસેમ્બરે આતંકીઓએ સુરક્ષાદળોની ચોકી વિસ્ફોટકથી ઉડાવી દીધી હતી. જેમાં આશરે 23 સેનાના જવાનોના મોત નિપજયા હતા. આ ઘટનાની જાણકારી પાકિસ્તાનની સેનાએ આપી હતી. ગત વર્ષે ચાર નવેમ્બરે આતંકવાદીઓએ લાહોરથી 300 કિલોમીટર દૂર પાકિસ્તાનના એરફોર્સના મિયાવાલી ટ્રેનિંગ સેન્ટર પર હુમલો કર્યો હતો. જેમાં આશરે 17 સૈનિકો માર્યા ગતા. ખૈબર પખ્તૂનખ્વા પ્રાંત અફઘાનિસ્તાન સાથે જોડાયેલો છે. પાકિસ્તાનમાં ક્યાંકને ક્યાંક આતંકી હુમલા થતા રહે છે. મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં ગત વર્ષે 419 આતંકી હુમલા થયા હતા, જેમાં 620 લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં 306 પોલીસકર્મીઓ અને સૈન્ય જવાન, 92 આતંકીઓ સામેલ હતા.


