- ભેસ્તાન સ્થિત આવાસમાં આ ઘટના બની
- બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
- બાળકની તબિયત હાલ સ્થિર છે
વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરતમાં 4 વર્ષનો બાળક એસિડ પી ગયો હતો. તેમાં ભેસ્તાન સ્થિત આવાસમાં આ બનાવ બન્યો છે. 4 વર્ષના બાળકે પાણી સમજી એસિડ પી લીધું હતુ. જેમાં બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. તેમાં બાળકની તબિયત હાલ સ્થિર છે.
મયંક પાણીની બોટલ સમજીને એસિડ પી ગયો
મયંક પાણીની બોટલ સમજીને એસિડ પી ગયો હતો. જેમાં એસિડ પી લેતા લેતા માતા-પિતા સ્તબ્ધ થયા હતા. અને બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. તેમાં બાળક હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમજ બાળકની તબીયત હાલ સ્થિર છે.
શહેરમાં 1 વર્ષની બાળકીએ રમતા રમતા એસિડ પી લીધુ
અગાઉ પણ શહેરમાં 1 વર્ષની બાળકીએ રમતા રમતા એસિડ પી લીધુ હતુ. તેમાં બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લવાઈ હતી. જેમાં બાળકીની તબિયત હાલ અત્યંત નાજુક હતી. લીંબાયત વિસ્તારમાં આવેલ મદીના મજીદ પાસે એક શ્રમજી પરિવારની એક વર્ષની દીકરી રમી રહી હતી. તેની માતા રસોઈ બનાવી રહી હતી. ત્યારે જ બાળકી રમતારમતા બાથરૂમ પાસે પહોચી હતી. બાળકીએ ત્યાં એસિડની બોટલ મોમાં નાખી રડવા લાગી હતી. માતાએ જોતા જ તેને તરત ઓટો રીક્ષામાં નવી સિવિલ હોસ્પિટલ લઈને આવી હતી. જ્યાં બાળકીની સારવાર માટે ડૉક્ટરોની એક આખી ટીમ કામે લાગી ગઈ હતી. સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા બાળકીને તાત્કાલિક આઇસીયુ વિભાગમાં ખસેડી સારવાર શરૂ કરી હતી.


