- સિંધિયાએ સમસ્યાઓનો સામનો કરવા એક છ સૂત્રીય કાર્યયોજનાની જાહેરાત કરી
- એરપોર્ટ પર CISF દળોની પર્યાપ્ત ઉપલબ્ધિને પણ સુનિશ્ચિત કરાશે
- કેન્દ્રીયપ્રધાને જણાવ્યું હતું કે સરકારની પાસે તમામ છ મેટ્રો શહેરોના એરપોટ્રસના રિપોટ્રસ છે
નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે ઘરેલું અને આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ફ્લાઇટ્સના સંચાલનમાં ભારે ધુમ્મસના કારણે આવી રહેલી સમસ્યાઓનો સામનો કરવા માટે એક છ સૂત્રીય કાર્યયોજનાની જાહેરાત કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં સિંધિયાએ જણાવ્યું હતું કે પ્રવાસીઓની અગવડોને ઘટાડવા માટે એરલાઇન્સને ઈશ્યૂ કરવામાં આવેલા નવા એસઓપી અથવા માનક સંચાલન પ્રક્રિયાઓની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. કેન્દ્રીયપ્રધાને જણાવ્યું હતું કે સરકારની પાસે તમામ છ મેટ્રો શહેરોના એરપોટ્રસના રિપોટ્રસ છે. સાથે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયના વિદેશોના એક્ઝિક્યુશનનો પણ રિપોર્ટ છે. અસુવિધાઓને ઘટાડવા માટે તમામ છ મેટ્રો એરપોટ્ર્સ પર એરપોર્ટ અને એરલાઇન ઓપરેટર્સ દ્વારા વોર રૂમ સ્થાપિત કરવામાં આવશે. આ સાથે એરપોર્ટ પર સીઆઈએસએફ દળોની પર્યાપ્ત ઉપલબ્ધિને પણ સુનિશ્ચિત કરવામાં આવશે.
તમામ હિતધારકો 24 કલાક કામ કરી રહ્યા છે :
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે હાલની સમસ્યાઓનો સામનો કરવા માટે તમામ હિતધારકો 24 કલાક કામ કરી રહ્યા છે. હાલમાં પ્રવાસીઓએ વિમાનમાં બેસવા માટે અથવા બેઠા પછી પણ ઉડ્ડયન માટે કલાકો સુધી રાહ જોવી પડે છે.


