- હાઈકોર્ટમાં ઉત્તરાખંડ સરકારનો બગીચા કૌભાંડ કેસ ચાલે છે
- દોઢ મહિનાથી વધુ ઉદ્યાન કૌભાંડની સીબીઆઈ તપાસ ચાલી
- બાગાયત વિભાગે કરોડો રુપિયાનું કૌભાંડ કર્યાનો કેસ ચાલે છે
ઉત્તરાખંડના બહુચર્ચીત ઉદ્યાન કૌભાંડ કેસમાં ઉત્તરાખંડ સરકરાને સુપ્રીમ કોર્ટે ઝાટકો આપ્યો છે. ઉત્તરાખંડ હાઈકોર્ટના આદેશને પડકારતી રાજ્ય સરકારની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.
તાજેતરમાં બગીચા કૌભાંડની સીબીઆઈ તપાસ ચાલુ
ઘટનાની વિગતો એવી છે કે, ઉત્તરાખંડમાં ગયા વર્ષે 26 નવેમ્બરના રોજ ઉત્તરાખંડ હાઈકોર્ટે કરોડો રુપિયાના ઉદ્યાન કૌભાંડની તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો હતો. જેને લઈને સીબીઆઈ તપાસ હાથ ધરી દીધી હતી. જે તપાસ દોઢ મહિનાથી પણ વધુ સમય સુધી ચાલી હતી. પરંતુ, તપાસ દરમિયાન અનેક મોટા માથાઓ અને નેતાઓના નામ સામે આવ્યાં હતા. જેન લઈને ઉત્તરાખંડ સરકારે હવે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પીટીશન માટે દાખલ કર્યો હતો. આ ઉદ્યાન કૌભાંડમાં કેટલાય નેતાઓના નામ સામે આવ્યા હતાં.
સામાજિક કાર્યકરે ફરિયાદ દાખલ કરી હતી
અલ્મોડાના દિપક કરગેતી, ગોપાલ ઉત્પ્રેતી અને અન્ય સામાજિક કાર્યકરોએ હાઈકોર્ટમાં એક ફરિયાદ દાખલ કરી હતી. તેણે આરોપ મુક્યો હતો કે, બાગાયત વિભાગે કરોડો રુપિયાનો ગોટાળો કર્યો છે અને ફળોના છોડવા ખરીદવામાં ગોટાળો કર્યો થયો છે. તેણે આરોપ મુક્યો હતો કે, ઉત્તરાખંડ સરકારના બાગાયત વિભાગ દ્વારા એક જ દિવસમાં જમ્મુ કશ્મીરથી ફળોના છોડવા લાવવાનો ઓર્ડર આપ્યો હતો અને તેનું પેમેન્ટ પણ કરી દીધું હતું. આ બાબતોના આધાર પર હાઈકોર્ટે આદેશ કર્યો હતો કે, આ તપાસ હવે સીબીઆઈ કરશે. પરંતુ ફરિયાદીને આ બાબતે સંતોષ ન જણાતાં તેને ફરીથી હાઈકોર્ટમાં ઓક્ટોબર મહિનામાં અરજી કરી હતી અને સીબીઆઈને આ કૌભાંડ કેસના પુરાવાઓ એકઠા કરવાં આદેશ કર્યો હતો.
અદિકારીઓ દહેરાદુનતી કામ કરે છે
વધુમાં સામાજિક કાર્યકર દીપક કરગેતીએ ખેડૂતો સાથે મળીને સૌપ્રથમ બાગાયત વિભાગના નિયામક હરમિન્દર સિંહ બાવેજા ઓફિસ પર 9 મહિના પછી 16 એપ્રિલ 2022ના રોજ બાગાયત નિદેશાલય ચૌબટિયામાં આવવા બદલ વિભાગને તાળાબંધી કરી હતી, કારણ કે બાવેજાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સામાજિક કાર્યકર દીપકે સરકાર પાસે માંગ કરી હતી કે, બાગાયત વિભાગનું નિદેશાલય 1953થી અલ્મોડા જિલ્લાના ચૌબટિયામાં છે. તમામ કર્મચારીઓનો પગાર પણ અહીંથી જ ચૂકવવામાં આવે છે. આ પછી પણ અધિકારીઓ હેડક્વાર્ટરમાં બેસીને કામ કરવાને બદલે દહેરાદૂનથી કામ કરે છે.


