- 5 દર્દીઓને સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડાયા
- શ્રી રામાનંદ આંખની હોસ્પિટલની બેદરકારી
- સમગ્ર ઘટનાને લઈ અધિકારીઓ દોડતા થયા
વિરમગામમાં ટ્રસ્ટની હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. જેમાં મોતિયાના ઓપરેશન બાદ 17 દર્દીને આડઅસર થઇ છે. ત્યારે ઓપરેશન બાદ દર્દીઓની દ્રષ્ટિ ઓછી થઈ હતી. તથા 5 દર્દીઓને સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડાયા છે. શ્રી રામાનંદ આંખની હોસ્પિટલની બેદરકારીની સમગ્ર ઘટનાને લઈ અધિકારીઓ દોડતા થયા છે.
મોતિયાના ઓપરેશન બાદ 17 થી વઘુ દર્દીઓને આડઅસર
અમદાવાદ ગ્રામ્યના માંડલ મા ટ્રસ્ટની આંખની હોસ્પિટલ બેદરકારી સામે આવી છે. જેમાં શ્રી સેવા નિકેતન માંડલ સંચાલિત શ્રી રામાનંદ આંખની હોસ્પિટલ ખાતે મોતિયાના ઓપરેશન બેદરકારી જોવા મળી છે. તેમાં મોતિયાના ઓપરેશન બાદ 17 થી વઘુ દર્દીઓને આડઅસર થઇ છે. થોડા દિવસ પહેલા આશરે 18 લોકોના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા. તેમાં તમામ દર્દીઑ સુરેન્દ્રનગર પાટણ અને અમદાવાદ જિલ્લાના છે. ઓપરેશન બાદ 5 લોકોને વઘુ આંખને લગતી વઘુ તકલીફો પડતા અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખસેડાયા હતા.
દર્દીઓને આંખથી દેખાતુ ન હોવાની અંધાપાની ફરિયાદ
હાલ માંડલ ખાતેની ટ્રસ્ટની હોસ્પિટલમાં 17 દર્દીઓ સારવાર હેઠળ હતા. તેમાં દર્દીઓને આંખથી દેખાતુ ન હોવાની અંધાપાની ફરિયાદ થઇ છે. ઘટનાને લઈને અમદાવાદ જિલ્લા આરોગ્ય અધિકારી સહિત સ્થાનિક અઘિકારીઓ મોડીરાત્રીએથી દોડતા થયા છે. આજે થોડા કલાકો બાદ અમદાવાદ અને ગાંધીનગરના અઘિકારીઓ આવશે. તેમજ સમગ્ર મામલે તપાસ હાથ ઘરાશે.


