- ટી20 વર્લ્ડ કપ 2024ના માટે કેપ્ટન રોહિત ફેવરિટ
- ધોનીની કેપ્ટનશીપમાં ભારતે 72માંથી 41 મેચ જીતી
- ટી20 વર્લ્ડ કપ 1જૂનથી 29 જૂન સુધી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે
ભારતે બુધવારે બેંગલુરુમાં રમાયેલી ડબલ સુપર ઓવર T20 ઇન્ટરનેશનલ મેચમાં અફઘાનિસ્તાનને હરાવ્યું અને ત્રણ મેચની T20 શ્રેણી 3-0થી જીતી લીધી. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી T20 મેચ ટાઈ રહી હતી અને મેચ સુપર ઓવરમાં પહોંચી હતી. મુકેશ કુમાર પ્રથમ સુપર ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો જેમાં અફઘાનિસ્તાને એક વિકેટે 16 રન બનાવ્યા હતા. રોહિતની બે છગ્ગાને કારણે ભારતે એક વિકેટ ગુમાવ્યા બાદ 16 રન બનાવ્યા હતા અને સ્કોર ફરીથી ટાઈ થઈ ગયો હતો. આ પછી ભારતીય ટીમે બીજી સુપર ઓવરમાં જઈને મેચ જીતી લીધી હતી.
રોહિતે ધોનીનો શાનદાર રેકોર્ડ તોડ્યો
બેંગલુરુમાં જીત સાથે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઈતિહાસ રચી દીધો છે. રોહિત શર્માએ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો શાનદાર રેકોર્ડ તોડ્યો છે. રોહિત શર્મા હવે ભારતનો સૌથી સફળ T20 કેપ્ટન બની ગયો છે. રોહિત શર્માએ પોતાની કેપ્ટનશિપમાં અત્યાર સુધી 42 T20 ઈન્ટરનેશનલ મેચોમાં ભારતને જીત અપાવી છે. મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતીય ટીમે 72માંથી 41 ટી20 મેચ જીતી છે. મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડીને રોહિત શર્મા હવે ભારતનો સૌથી સફળ T20 કેપ્ટન બની ગયો છે. આ સાથે રોહિત શર્માએ એક ખાસ સિદ્ધિ હાંસલ કરી છે.
T20 વર્લ્ડ કપ 2024 માટે કેપ્ટન તરીકે રોહિત ફેવરિટ છે
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતનો રેકોર્ડ શાનદાર છે. રોહિત શર્માની કપ્તાની હેઠળ, ભારત T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં 75 થી વધુ જીતની ટકાવારી ધરાવે છે. પસંદગીકારો ઈચ્છે છે કે T20 વર્લ્ડ કપ 2024માં રોહિત શર્મા ભારતીય ટીમની કપ્તાની કરે. 2024 T20 વર્લ્ડ કપ 1 જૂનથી 29 જૂન સુધી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની ધરતી પર રમાશે.
T20 ઈન્ટરનેશનલમાં ભારતના સફળ કેપ્ટન
1. રોહિત શર્મા- 42 મેચમાં જીત
2. મહેન્દ્ર સિંહ ધોની- 41 મેચમાં જીત
3. વિરાટ કોહલી- 30 મેચમાં જીત
4. હાર્દિક પંડ્યા – 10 મેચમાં જીત


