- વિશ્વમાં ટેક સેકટરમાં છટણી યથાવત્
- પ્રથમ મહિનામાં જ ગુગલે એક હજાર લોકોને નોકરીમાંથી કાઢી મુક્યા
- એમેઝોન પણ ગુગલના પગલે
ભલે વર્ષ બદલાઈ ગયું હોય પરંતુ ટેક્નોલૉજી ક્ષેત્રે છટણીનો તબક્કો રોકાવાનું નામ નથી લઈ રહ્યો. વર્ષ-2024ના પ્રથમ મહિનામાં માત્ર 17 દિવસની અંદર 51 ટેક્ કપંનીઓએ 7500 લોકોને નોકરીમાંથી પાણીચું પકડાવી દીધું છે. મળતી માહિતી પ્રમાણે જાણકારી પ્રમાણે આ વેબસાઈટ દુનિયાભરમાં ટેક કંપનીઓ દ્વારા કરાતી છટણીને ટ્રેક કરે છે. ઉલ્લેખનીય છે કે હાલ ગુગલે પોતાના 1000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા છે. આ સિવાય એમેઝોન પણ ફરીથી એકવાર છટણીની તૈયારી કરી રહ્યું છે.
એનાલિસ્ટ અને નિષ્ણાતોનું માનીએ તો આ વર્ષે છટણીનું સ્તર નાનું હશે અને આ મોટા ટાર્ગેટેડ પદ્ધતિથી થશે. ટેક કંપનીઓ એઆઈ પર અબજો ડોલર ખર્ચ કરી રહી છે અને આની ભરપાઈ માટે તે છટણી યથાવત્ રાખશે. ગુગલે છટણી કરતા કહ્યું કે તે પોતાના સૌથી મોટી પ્રાથમિકતા પર ખર્ચ કરશે. ગુગલે પિક્સલ બનાવનારી ટીમ અને વોઈસ આસિસ્ટંટ યુનિટમાં છટણી કરી. આ કંપનીમાં જાહેરાત વિભાગમાં રહેલા કર્મચારીઓની છટણી કરી દીધી હતી.
એમેઝોને છટણી કરી
એમેઝોને ગત અઠવાડિયામાં પોતાના સ્ટ્રીમિંગ અને સ્ટુડિયો ઓપરેશન ટીમમાં સેંકડો લોકોને કાઢી મુક્યા છે. આ ઉપરાંત કંપનીએ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ટ્વિચમાં પણ ઘણા લોકોને નોકરીમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો.
કંપનીઓ આગળ રહેવા માગે છે
મળતી માહિતી અનુસાર, કોઈપણ કંપની એઆઈ રિવોલ્યૂશમાં પાછળ રહેવા નથી માગતી. તેઓનું કહેવું છે કે કંપનીઓ ઈચ્છે છે કે તેની પાસે એઆઈની ક્ષમતા રહે અને આને પ્રાથમિકતા આપી રહી છે. ભલે એની માટે કોઈ સમજુતી કરવી જ ન પડે. જો કે એક રાહતની વાત એ પણ છે કે આ વર્ષે ગત વર્ષની જેમ મોટાપાયે છટણી નહીં થાય. ગત વર્ષે ટેક સેકટરમાં 168,032 લોકોની નોકરી ચાલી ગઈ હતી.


