- નાઈઝીરિયામાં એક મકાનમાં પ્રચંડ વિસ્ફોટ
- ઈમારત ધરાશાયી થતા બેનાં મોત, સેંકડો ઘાયલ
- એક મકાનમાં વિસ્ફોટકનો જથ્થો રખાયો હતો
નાઈઝીરિયા દેશના ઓયો રાજ્યમાં એક ખાનગી ઈમારતમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં બે લોકોનાં મોત થયા હતા જ્યારે 70થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘટનાસ્થળે શોધખોળ અને રૅસ્કયૂ ઓપરેશન યથાવત્ છે. ઓયો રાજ્યના ગવર્નરે જણાવ્યું કે આવાસમાં વિસ્ફોટક ભારે માત્રામાં રાખ્યો હતો. જેમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટને લીધે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે.
અનેક ઘર વિસ્ફોટની રેંજમાં આવ્યા
સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આની અસરને લીધે અનેક ઘર નાશ થયા હતા. રાજ્યના ગવર્નરે પોતાના નિવેદનમાં કહ્યું કે વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત 77 લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાથી તેઓની સારવાર હાલ ચાલી રહી છે. તો મોટાભાગના લોકો સાજા થઈ પોતાના ઘરે જતા રહ્યા છે.
ઘરમાં વિસ્ફોટક સામગ્રીનો જથ્થો રખાયો હતો
ગવર્નરે વધુમાં જણાવ્યું હતું કે, સુરક્ષા એજન્સીઓની પ્રાથમિક તપાસથી જાણવા મળ્યું કે એક મકાનમાં ગેરકાયદે ખનન કરનાર લોકોએ કબ્જો કરી રાખ્યો હતો. તેઓએ વિસ્ફોટક જમા રાખ્યો હતો. જેના લીધા આ પ્રચંડ વિસ્ફોટ થયો હતો.રાજ્ય સરકાર પીડિત પરિવારના લોકોને અસ્થાયી આવાસ આપશે.


