- 2 સિંહણ અને 3 સિંહબાળ રેલવે ટ્રેક પર આવી ગયા
- વનવિભાગની ટીમે તમામને સુરક્ષિત દૂર ખસેડ્યા
- રાજુલા પીપાવાવ પોર્ટ વિસ્તારમાં વનવિભાગ સતર્ક
હજી થોડાં દિવસ અગાઉ જ રેલવે ટ્રેક પર સિંહો આવી ગયા હતા. જેના કારણે કેટલાંક સિંહોના મોત થયા હતા. આ વચ્ચે ટ્રેન અડફેટે સિંહોના અકસ્માત થાય પહેલા જ વન વિભાગ સક્રિય થયું છે. વનવિભાગની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના થતા બચાવી લેવામાં આવી છે.
આ અંગેની માહિતી અનુસાર, વહેલી સવારે 2 સિંહ અને 3 સિંહબાળ રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહ્યા હતા. આ સમય દરમિયાન જ રેલવે ટ્રેક પરથી માલગાડી પસાર થઈ રહી હતી. જેના અંગે વન વિભાગે સર્તકતા રાખીને સિહ પરિવારને રેલવે પરિારને ટ્રેકથી દૂર કરવામાં આવ્યો હતો.
રાજુલાના ઉચૈયા રેલ્વે ટ્રેક પર વ્હેલી સવારે આવેલ ડાલામથ્થા સિંહને ટ્રેક પરથી દૂર ખસેડવામાં આવ્યો હતો. નોંધનીય છેકે, માલગાડી અડફેટે બે વાર સિંહ અકસ્માતની ઘટના સામે આવ્યા બાદ વનતંત્રની સતર્કતાથી ફરી એકવાર સિંહ પરિવારને બચાવવામાં આવ્યો છે.
એક અઠવાડિયા અગાઉ સાવરકુંડલાના રેલવે ટ્રેક પર 2 સિંહ અકસ્માતમાં મોતની ઘટના ઘટી હતી. આ પછી શેત્રુંજી ડીવીઝનના ડી.સી.એફ. જયંત પટેલે સિંહ બચાવની તસ્વીરો મીડિયા સમક્ષ જાહેર કરી છે. તેમજ સિંહોની સુરક્ષા માટે વન વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેની સાથે જ સિંહોને ટ્રેકથી દૂર રાખવામાં આવી રહ્યા છે.


