- મૂર્તિને ટ્રક દ્વારા રામ મંદિર પરિસરમાં લાવવામાં આવી
- આખી ટ્રક તાડપત્રીથી ઢંકાયેલી જોવામાં આવી છે
- આ સાથે જ રામલલા તેમના ઘરે આવી ગયા તેવી અનુભૂતિ
સમગ્ર વિશ્વ દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની રાહ જોવામાં આવી રહી છે. આ વચ્ચે 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવવા જઈ રહી છે. જ્યારે ભગવાન રામની મૂર્તિને લઈને ટ્રક અયોધ્યા રામ મંદિર પરિસરમાં આવી પહોંચ્યો હતો. તે સમયે જયશ્રી રામના નારાથી પરિસર ગુંજી ઉઠ્યું હતું.
આજે અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા માટે રામ ભગવાનની મૂર્તિ અયોધ્યાના મંદિર પરિસરમાં પહોંચી ગઈ છે. જેના સાથેજ બીજા દિવસે સરયુ નદીના કિનારે ‘કળશ પૂજા’ પણ કરવામાં આવી હતી. મુખ્ય યજમાન પણ કિનારે હાજર હતા.
ધાર્મિક વિધિ અંગે અગાઉ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું હતું કે આ ધાર્મિક વિધિઓ 21 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે અને સમારંભના દિવસે, રામલલાની મૂર્તિના અભિષેક સાથે સંબંધિત ન્યૂનતમ જરૂરી વિધિઓ કરવામાં આવશે.જે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય લોકો રામ મંદિરમાં રામલલાના અભિષેકની વિશેષ વિધિમાં ભાગ લેશે.
અયોધ્યામાં 121 આચાર્યો આ અનુષ્ઠાન કરી રહ્યા છે. ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ વિધિઓની તમામ કાર્યવાહીનું નિરીક્ષણ, સંકલન અને નિર્દેશન કરી રહ્યા છે. મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયના જણાવ્યા અનુસાર, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરીએ બપોરે 12.20 વાગ્યે શરૂ થશે અને બપોરે 1 વાગ્યા સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.


