- રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત રજા આપવા માંગ
- અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળ દ્વારા CM ને લખવામાં આવ્યો પત્ર
- ગુજરાતની તમામ શાળાઓમાં રજા આપવા કરાઈ માંગ
દેશભરમાં જે ક્ષણની રાહ જોવામાં આવી રહી હતી તે આયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે. આ વચ્ચે અમદાવાદમાં 22 જાન્યુઆરીએ શિક્ષકો પણ ઉજવણી કરી શકે તે માટે મ્યુનિસિપલ શિક્ષક મંડળે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પત્ર લખીને એક દિવસ માટે સ્કૂલોમાં રજા જાહેર કરવા માગ કરી છે.
આ માટે અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે, રામ મંદિરમાં રામ ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે વિશેષ આયોજન આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહોત્સવને સ્થાનિક સ્તરે ઉજવવા આહવાન કર્યું છે.
એક તરફ સમગ્ર વિશ્વના આદર્શ પ્રભુ રામ ઘર આગમન મહોત્સવ ઉજવી શકે તેમજ લોક આધની લાગણીને માન આપીને ગુજરાત રાજ્યની તમામ સ્કૂલોમાં 22 જાન્યુઆરીએ રજા જાહેર કરવામાં માગ કરી છે. તેમજ આ અંગે મંડળના પ્રમુખ મનોજ પટેલે જણાવ્યું હતું કે 22 જાન્યુઆરીએ સમગ્ર દેશ ઐતિહાસિક દિવસની ઉજવણી કરશે. જેથી આ દિવસને શિક્ષકો પણ ધામધૂમથી ઉજવી શકે તે માટે રજા જાહેર કરવી જોઈએ. અન્ય લોકોની જેમ શિક્ષકોને રજા મળે તો શિક્ષકો પરિવાર સાથે ઘરે આ દિવસની ઉજવણી કરી શકશે.શિક્ષકો ઘરે સ્વચ્છતા અભિયાન કે અન્ય રીતે પણ ઉજવણી કરશે.


