- હરણી લેક વ્યુના મેનેજર અને સંચાલક વિરુદ્ધ ફરિયાદ
- IPC કલમ 304, 308 અને 337 હેઠળ ફરિયાદ
- મુખ્ય આરોપી સહિત કેટલાક શખ્સોની અટકાયત
હરણી તળાવમાં હોડી ચલાવવાનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ હોવાનો ખુલાસો થયો છે. ત્યારે હવે પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં રાજ્ય સરકારે ત્વરિત પગલાં લેતા બોટ સંચાલક સહિત 5 સામે હરણી પોલીસ મથકે ફરીયાદ નોંધવવામાં આવી છે. તેમજ હરણી લેક વ્યુના મેનેજર શાંતિ સોલંકી સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
આ મામલે બોટ ઓપરેટર નયન અને અંકિત સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે હરણી લેક વ્યૂના સંચાલકો સામે ફરિયાદ દાખલ થઈ છે. આ સાથે જ સંચાલકો વત્સલ શાહ અને ધર્મીન ભતાણી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આમ કુલ પાંચ લોકો સામે હરણી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે.
કઈ કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી
આ સાથે જ વડોદરાની દુર્ઘટના અંગે CM ભૂપેન્દ્ર પટેલે આદેશ આપ્યા છે. તેમજ સાપરાધ મનુષ્ય વધ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. CM ભૂપેન્દ્ર પટેલે તંત્રને કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. આ મામલે IPC કલમ 304, 308 અને 337 હેઠળ ફરિયાદ નોંધાઈ છે. મુખ્ય આરોપી સહિત કેટલાક શખ્સોની અટકાયત કરવામાં આવી છે.
વડોદરાની આ દુર્ઘટના બાદ સ્થાનિક તંત્ર તેમજ સ્કૂલ પર પણ વાલીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, ત્યારે તમને જણાવી દઈએ કે, હરણી તળાવમાં બોટનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ નામના ઇજારદારે લીધો છે. જ મોટું માથું હોવાનું મનાઈ રહ્યું છે, તો એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ પરેશ શાહે નિલેશ શાહને આપ્યો હતો. તો બોટિંગનો કોન્ટ્રાક્ટ નિલેશ શાહે અન્ય કોઈને આપ્યો હોવાની માહિતી સામે આવી છે.
10 દિવસમાં રિપોર્ટ
જ્યારે રાજ્ય સરકારે 10 દિવસમાં રિપોર્ટ સોંપવા આદેશ આપ્યો છે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી તંત્રને કડક કાર્યવાહીના આદેશ આપ્યો છે. જેની સાથે આ માટે વડોદરા જિલ્લા મેજીસ્ટ્રેટને તપાસ સોંપવામાં આવી છે. 10 દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ સોંપવા આદેશ આપ્યો છે.
નોંધનીય છેકે, વડોદરાના હરણી તળાવમાં બોટ ડૂબી જવાના કારણે અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે. જ્યારે બોટમાં 25 થી વધુ લોકો હોવાની વાત કરવામાં આવી રહી છે. જેની સાથે જ શાળા તરફથી 27 લોકોના નામની યાદી આપવામાં આવ્યા છે.


