- નશાકારક કેપ્સ્યુલનો કારોબાર થતો હોવાનો ખુલાસો
- NRX અલ્પરાઝોલમ અને અલ્પરાડોમ નામની કેપ્સ્યુલ જપ્ત
- ઈરફાન શેઠા નામના યુવકના ઘરેથી 500 નંગ કેપ્સ્યુલ જપ્ત
દ્વારકાના ખંભાળિયામાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. જેમાં નશાકારક કેપ્સ્યુલનો કારોબાર થતો હોવાનો ખુલાસો થયો છે. NRX અલ્પરાઝોલમ અને અલ્પરાડોમ નામની કેપ્સ્યુલ જપ્ત કરાવામાં આવી છે. તેમાં ઈરફાન શેઠા નામના યુવકના ઘરેથી 500 નંગ કેપ્સ્યુલ જપ્ત કરવામાં આવી છે.
નશાના કાળા કારોબારમાં સનસનીખેજ નવો મામલો
વિજય ગોંડલીયા અને અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. દ્વારકા જિલ્લામાં નશાના કાળા કારોબારમાં સનસનીખેજ નવો મામલો સામે આવ્યો છે. NRX અલ્પરાઝોલમ અને અલ્પરાડોમ નામની નશાકારક કેપ્સ્યુલનો કારોબાર થતો હોવાની વિગતો સામે આવી છે. ખંભાળિયામાં અજમેર પીરની ટેકરી પાસેથી ઈરફાન અલારખા શેઠા નામના શખ્સના ઘરેથી નશાકારક કેપ્સ્યુલ નંગ 500 મળી આવી છે.
તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી
નશામાં વપરાતી NRX અલ્પરાઝોલમ અને અલ્પરાડોમ નામની નશાકારક કેપ્સ્યુ ઝડપાતા પોલીસ સતર્ક બની છે. દ્વારકા જિલ્લા એસઓજી પોલીસે સમગ્ર મામલે આરોપીઓને ઝડપવવા ચક્રો ગતિમાન કર્યા છે. ખંભાળિયા પોલીસે નાર્કોટિક્સ એક્ટની વિવિધ કલમ મુજબ ગુનો નોંધી નશાકારક કેપ્સ્યુલનો સપ્લાયર વિજય મથુરાદાશ ગોંડલીયા તથા અન્ય તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.


