- મદનપુર ખાદર વિસ્તારની રહેવાસી હતી 12 વર્ષની બાળકી
- પોલીસે આરોપી બસ ચાલકને ઝડપીને તપાસ હાથ ધરી
- આરોપી રામ વિનોદ ઉત્તરપ્રદેશના નાગવા ગામનો રહેવાસી
દિલ્હીમાં સ્કૂલ બસની ટક્કરથી એક બાળકનું મોત થયાના સમાચાર સામે આવી રહ્યાં છે. બસ ડ્રાઈવરની પોલીસે કરી ધરપકડ. ઘટનાની વિગતો એવી છે કે, ભારતની રાજધાની દિલ્હીમાં એક બસ ડ્રાઈવરે દિલ્હીના સરિતા વિહારમાં રહેતી એક 12 વર્ષની છોકરીને બસની ટક્કર મારી હતી જેને પગલે બાળકીનું મોત થયું હતું. દિલ્હી પોલીસે ગુરુવારે બસના ડ્રાઇવરની ધરપકડ કરી હતી. જેને કથિત રીતે અકસ્માતમાં સામેલ હતો.
ભાડે આપેલી સ્કૂલ બસે ટક્કર મારી હતી
પોલીસના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીના મદનપુર ખાદર વિસ્તારની રહેવાસી મૃતક યુવતીને જનતા ફ્લેટ રોડ પર કથિત રીતે આજે બસે ટક્કર મારી હતી. જેમાં દિલ્હીના સરિતા વિહારમાં 12 વર્ષની છોકરીનું મૃત્યુ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે સરિતા વિહાર પોલીસ સ્ટેશનમાં સવારે લગભગ 8.33 વાગ્યે એક જીવલેણ અકસ્માતની માહિતી મળી હતી. તપાસ કરતાં જાણવા મળ્યું કે મૃતકને ભાડે આપેલી સ્કૂલ બસે ટક્કર મારી હતી.
આઈપીસીની 279 અને 304A હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી
મૃતકના પિતાની ફરિયાદના આધારે આઈપીસીની 279 અને 304A હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી, ત્યારબાદ બસ ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી હતી અને અકસ્માતમાં સામેલ બસને પણ પોલીસે જપ્ત કરી હતી.આરોપી બસ ડ્રાઈવરની ઓળખ રામ વિનોદ (42) તરીકે થઈ છે, જે ઉત્તર પ્રદેશના સંત કબીર નગર જિલ્લાના નાગવા ગામનો રહેવાસી છે.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
સરિતા વિહાર પોલીસે ઘટના અંગે હજી વધુ તપાસ કરવાની ચાલુ છે અને ડીટેઈન કરાયેલી બસ અગાઉ કોઈ અકસ્માતોમાં સામેલ હતી કે નહીં. જેને લઈને આ અકસ્માત મામલે વધુ તપાસ ચાલી રહી છે.


