- અમદાવાદનું માધવપુરા માર્કેટ 22 જાન્યુઆરીએ રહેશે બંધ
- ચોકસી મહાજન તેમજ રતનપોળ માર્કેટ પણ બંધ રહેશે
- કેન્દ્ર સરકારે અડધો દિવસની રજા જાહેર કરી છે
અમદાવાદનું સૌથી જુનુ બજાર બંધ રહેશે
ભગવાન શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અયોધ્યા રામ મંદિરની સરકારે અડધો દિવસની રજા જાહેર કરી છે તે ધ્યાનમાં રાખીને 22 જાન્યુઆરીએ રાજ્યના વિવિધ માર્કેટ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે. અમદાવાદનું સૌથી જૂનું માધવપુરા માર્કેટ 22 જાન્યુઆરીએ રહેશે બંધ
રાજકોટનું દાણાપીઠ બજાર બંધ રહેશે
રાજકોટનું દાણાપીઠ બજાર પણ બંધ રાખવા એસોસિએશનનો નિર્ણય લીધો છે. આ સિવાય ચોકસી મહાજન બજાર, રતનપોળ માર્કેટ સહિત અન્ય વેપારી એસોસિએશને પણ માર્કેટ બંધ રાખવા કર્યો છે નિર્ણય, GCCI એ પણ વેપારીઓને આ ઉત્સવમાં સહભાગી થવા કરી અપીલ વેપારીઓને 22 જાન્યુઆરીએ ફૂલમાળા, દીવા અને લાઈટિંગથી શણગારવા કરી અપીલ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારે પણ અડધો દિવસની રજા જાહેર કરી
મહત્ત્વનું છે કે, રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તેમજ બેન્કો અને વિવિધ એસોસિએશનોએ 22 જાન્યુઆરીએ અડધો દિવસની રજા જાહેર કરી છે. તે જોતાં સમગ્ર દેશમાં રામમયી માહોલ બની ગયો છે. ભગવાન રામ મંદિરમાં બિરાજશે તેની ખુશીને દેશવાસીઓ વ્ચક્ત કરી રહ્યાં છે અને આ સમારોહમાં પોતાનો સમય આપી રહ્યાં છે.


