- રામ-સીતાના નામવાળા 354 સ્ટેશનો પર દીવા, રોશની કરાશે
- 8,911 રેલવે સ્ટેશનોમાંથી 354 સાથે શ્રીરામ કે સીતાજીનું નામ જોડાયેલું છે
- રેલવેના પ્રવાસીઓ માટે એક ખુશખબર છે
રેલવેના પ્રવાસીઓ માટે એક ખુશખબર છે. રેલવેએ 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામમંદિરમાં થનારી રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનું સ્ટેશનો પર જીવંત પ્રસારણ કરવાનો નિર્ણય લીધો છે. દેશભરનાં રેલવે સ્ટેશનો પર અંદાજે 9,000 સ્ક્રીન ઉપલબ્ધ છે, જેમના પર પ્રાણપ્રતિષ્ઠા સમારોહનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત દૂરદર્શનની ડીડી નેશનલ અને ડીડી ન્યૂઝ ચેનલો પર પણ સમારોહનું જીવંત પ્રસારણ થશે. અયોધ્યા ધામમાં પણ જીવંત પ્રસારણની વ્યવસ્થા કરાઇ છે. આ ઉપરાંત અયોધ્યાના રામકથા સંગ્રહાલયમાં મીડિયા સેન્ટર તૈયાર થશે, જ્યાં જીવંત પ્રસારણ માટે એલઇડી ટીવી મુકાશે. રેલવેએ ભગવાન શ્રીરામ કે સીતાજી સાથે નામ જોડાયેલા છે તેવા સ્ટેશનોને 21-22 જાન્યુઆરીએ દીવાથી રોશન કરવાની યોજના ઘડી છે. દેશના કુલ 8,911 રેલવે સ્ટેશનોમાંથી 354 સાથે શ્રીરામ કે સીતાજીનું નામ જોડાયેલું છે. તેમાંથી 55 સ્ટેશનના નામની શરૂઆત જ રામથી થાય છે, જેમાં ઉત્તરપ્રદેશના રામપુરથી લઇને તમિલનાડુના રામેશ્વરમ સહિતના સ્ટેશનો સામેલ છે. યુપીના સીતાપુર, બિહારના સીતામઢી સહિત 12 સ્ટેશનના નામ સીતાજી સાથે જોડાયેલા છે. 21-22 જાન્યુઆરીએ આ 354 સ્ટેશનોને દીવા અને રોશની કરીને સજાવાશે.
દિલ્હીમાં 22મીએ બેન્ડની ભારે ડિમાન્ડ
અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાના દિવસે દિલ્હીના મંદિરોમાં પણ સેંકડો કાર્યક્રમો યોજાશે, જેમાં શ્રદ્ધાળુઓનો ઉત્સાહ વધારવા ભજનો-ભક્તિગીતોની પ્રસ્તુતિ માટે બેન્ડ બુક કરાયા છે. આ બુકિંગ હાલ ચાલી
રહેલા લગ્નગાળામાં થતા બુકિંગથી ક્યાંય વધારે છે. દિલ્હીના એક જાણીતા બેન્ડના માલિકે જણાવ્યું કે 22મીએ અમારો દિવસ વહેલી સવારે ચાર વાગ્યાથી શરૂ થશે.


