- હેન્ડ પેઇન્ટ વિથ હેન્ડ વર્ક કરી ખાસ ખાદી સિલ્ક કુર્તી બનાવી
- સીઆર પાટીલના હસ્તે વડાપ્રધાન સુધી પહોંચાડવાનો પ્રયાસ
- અલગ-અલગ કાર્યોથી ભગવાન શ્રી રામને પોતાની કલાઓ અર્પણ કરી
દાદા સાહેબ ફાલકે નેશનલ એવોર્ડ મેળવનાર સુરતની ફેશન ડિઝાઇનર પ્રથમ મહિલા સોનલ પટેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખાદી સિલ્ક કુર્તી ઉપર શ્રી સીતારામ ભગવાનના છબી વાળી હેન્ડ પેઇન્ટ વિથ હેન્ડ વર્ક કરી ખાસ ખાદી સિલ્ક કુર્તી બનાવી છે. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે વડાપ્રધાન સુધી પોંહચાડવાનો પ્રયાસ કર્યો છે તથા વડાપ્રધાન માટે લેટર પણ લખવામાં આવ્યો છે.
શ્રી રામ ભગવાનની છબી વાળી હેન્ડ પેઇન્ટ વિથ હેન્ડ વર્ક કરી ખાસ ખાદી સિલ્ક કુર્તી બનાવી
અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સમગ્ર દેશ ઉત્સાહમાં જોવા મળી રહ્યો છે. ત્યારે તમામ દેશવાસીઓ પોતાના અલગ-અલગ કાર્યોથી ભગવાન શ્રીરામને પોતાની કલાઓ અર્પણ કરી રહ્યા છે. ત્યારે સુરતમાં પણ નાનાથી મોટા લોકો કોઈકને કોઈક રીતે પોતાનું યોગદાન આપી રહ્યા છે. સુરતમાં રહેતી દાદા સાહેબ ફાલકે નેશનલ એવોર્ડ મેળવનાર સુરતની ફેશન ડિઝાઇનર પ્રથમ મહિલા સોનલ પટેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખાદી સિલ્ક કુર્તી ઉપર શ્રી રામ ભગવાનની છબી વાળી હેન્ડ પેઇન્ટ વિથ હેન્ડ વર્ક કરી ખાસ ખાદી સિલ્ક કુર્તી બનાવી છે.

અલગ-અલગ કાર્યોથી ભગવાન શ્રી રામને પોતાની કલાઓ અર્પણ કરી
સોનલ પટેલે જણાવ્યું છે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સુરત સીટીમાં રોડ શો હતો ત્યારે મેં તેમને જોયા અને મને મનમાં એક વિચાર આવ્યો કે, હું વડાપ્રધાન માટે કંઈ કરું અને તેમની માટે જે પણ બનાવું તે તેઓ ઉપયોગ કરે જેથી જયારે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સમગ્ર દેશ ઉત્સાહમાં જોવા મળી રહ્યો છે, ત્યારે તમામ દેશવાસીઓ પોતાના અલગ-અલગ કાર્યોથી ભગવાન શ્રી રામને પોતાની કલાઓ અર્પણ કરી રહ્યા છે ત્યારે મેં પણ મારી હાથની બનાવટની કુર્તી વડાપ્રધાન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે.


