- ફરાન્સના વેટ્રી એરપોર્ટ પર અમેરિકા જતા પેસેન્જરો ભરેલી ફ્લાઇટ રોકવાનો મામલો
- 10 લાખ પડાવ્યા બાદ યુવકને દુબઈ મોકલી દીધો પણ ત્યાંથી યુએસએ ન મોકલ્યો
- જેમાંથી 276 ભારતીય અને 96 ગુજરાતી હોવાનું સામે આવ્યું છે
ફ્રાંન્સના વેટ્રી એરપોર્ટ પર ગેરકાયદે અમેરિકા જતા પેસેન્જરોથી ભરેલી ફ્લાઇટને ત્યાંની ઓથોરિટીએ રોકીને કાર્યવાહી કરી હતી. આ ફ્લાઇટમાં 303 પેસેન્જર હતા, જેમાંથી 276 ભારતીય અને 96 ગુજરાતી હોવાનું સામે આવ્યું છે. જેમાં સીઆઇડી ક્રાઇમે આ અંગે ફ્રાંન્સથી ડિપોર્ટ કરાયેલા ભારતીય નાગરિકો અંગેની વિગતો મુંબઈ પાસેથી ઇ-મેઇલથી મેળવી હતી. તપાસ કરતા મુંબઈ, દિલ્હી, કલોલ, વલસાડ, મહેસાણાના એજન્ટોની સંડોવણી સામે આવતા 14 એજન્ટો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ત્યારે આ કેસમાં સીઆઇડી ક્રાઇમે મહેસાણાના વધુ એજન્ટોની ધરપકડ કરી છે. આ આરોપીઓએ એક યુવકને ગેરકાયદે અમેરિકા મોકલવા રૂ. 55માં સોદો નક્કી કરીને રૂ. 10 લાખ પડાવ્યા હતા. તેમજ યુવકને દુબઈ મોકલી ત્યાં રોકી રાખ્યો પણ અમેરિકા ન મોકલી ઠગાઇ આચરી હતી.
મહેસાણા, ગાંધીનગર અને આણંદ સહિતના જિલ્લાઓમાંથી 66 લોકો ઉપરાંત દેશના અન્ય રાજ્યોના મળીને 276 ભારતીયોને દુબઈથી નિરાકાગુઆ એરપોર્ટથી મેક્સિકો બોર્ડર પરથી ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂષણખોરી કરાવવા જતા વિમાનને ફ્યુઅલિંગ સમયે ઝડપી લેવાયું હતું. પોલીસે તપાસ કરતા 14 એજન્ટો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી, જેમાં પોલીસે મહેસાણાના બે એજન્ટો પુષ્પક રાવલ અને ફાલ્ગુની રાવલને ઝડપી પાડયા છે.
બંને આરોપીઓની પૂછપરછ કરતા મહેસાણાના મેશ્વ પટેલ નામના યુવકને ગેરકાયદે અમેરિકા મોકલવા માટે રૂ. 55 લાખમાં સોદો નક્કી કર્યો હતો. જેમાં બંને આરોપીઓએ મેશ્વ પાસેથી રૂ. 10 લાખ એડવાન્સ લઇ લીધા અને બીજા રૂપિયા અમેરિકા પહોંચીને આપવાની વાત થઈ હતી. ત્યારે મેશ્વ પટેલને ત્રણ મહિના પહેલાં દુબઈ મોકલી ત્યાં રોક્યો હતો. પરંતુ દુબઇથી અમેરિકા ન મોકલીને છેતરપિંડી આચરી હતી. તેમજ મેશ્વ ફ્રાંન્સથી ફ્લાઇટ પકડાયા બાદ ભારત પરત આવ્યો હતો. પોલીસે તેનું નિવેદન લેતા બંને એજન્ટોની ભૂમિકા સામે આવી હતી.


