By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: સંસદની સુરક્ષા વ્યવસ્થા CISF સંભાળશે, MHA લીધો મહત્ત્વનો નિર્ણય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

સંસદની સુરક્ષા વ્યવસ્થા CISF સંભાળશે, MHA લીધો મહત્ત્વનો નિર્ણય

agragujaratnews
Last updated: 2024/01/24 at 11:59 AM
3 years ago
Share
સંસદની સુરક્ષા વ્યવસ્થા CISF સંભાળશે,  MHA લીધો મહત્ત્વનો નિર્ણય
SHARE

  • આવતી 31 જાન્યુઆરી 2024 થી સંસદનું સત્ર શરુ
  • હવે દીલ્હી પોલીસની સાથે સીઆઈએસએફ રહેશે
  • લોકસભા ચેમ્બરમાં ઘુસીને ધુમાડો છોડ્યા બાદ નિર્ણય

કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, સંસદમાં મહેમાનોની સુરક્ષા અને તપાસનું કાર્ય હવે CISF કરશે. પહેલા દિલ્હી પોલીસ અને સંસદ સુરક્ષા સાથે જોડાયેલા લોકો ગેટ પર સુરક્ષા આપતાં હતાં. આ દરમિયાન સીઆઈએસએફના જવાનોએ સંસદની સુરક્ષાની જવાબદારી લીધી છે. સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે.

સંસદની સુરક્ષાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો

આગામી સંસદ સત્રની શરુઆત થતાં પહેલાં સંસદની સુરક્ષાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બજેટ સત્ર દરમિયાન સંસદના પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજાઓની સુરક્ષા કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ને સોંપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, સંસદમાં મહેમાનોની સુરક્ષા અને તપાસનું કામ પણ CISF કરશે.

13 ડિસેમ્બર, 2023, સુરક્ષામાં ખામી સર્જાઈ હતી

ગૃહ મંત્રાલયનો આ નિર્ણય 13 ડિસેમ્બર 2023ના રોજ સંસદની સુરક્ષા ભંગને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. મહત્ત્વનું છે કે, વર્ષ 2001 માં સંસદ પર આતંકવાદી હુમલાની 22 મી વરસી પર સંસદની સુરક્ષામાં ખામી સર્જાઈ હતી. 13 ડિસેમ્બર, 2023 ના રોજ બે લોકો પ્રેક્ષક ગેલેરીમાંથી લોકસભાની ચેમ્બરમાં કૂદી પડ્યા હતા અને કેનમાંથી પીળો ધુમાડો છોડ્યો હતો.

વર્તમાન કાર્યકાળનું છેલ્લું બજેટ

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ વખતે બજેટ લોકસભાની સામાન્ય ચૂંટણી પહેલા રજુ થવાનું છે. આવી સ્થિતિમાં, સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વખતે કેન્દ્ર સરકાર દ્વારા કેટલીક મોટી જાહેરાતો પણ કરવામાં આવશે એવી અટકળો ચાલી રહી છે. આ વખતે સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે અને 9 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન સામાન્ય બજેટ પણ 1લી ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. આ વચગાળાનું બજેટ હશે. મોદી સરકારના વર્તમાન કાર્યકાળનું આ છેલ્લું બજેટ છે.

મહિલાઓ અને ખેડૂતો માટે મોટી જાહેરાત થઈ શકે

મળતી માહિતી મુજબ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 31 જાન્યુઆરીએ સંસદના બંને ગૃહોને સંબોધિત કરશે અને આ સત્ર 17મી લોકસભાનું છેલ્લું સંસદ સત્ર પણ હશે. આ વખતે કેન્દ્ર સરકાર દ્વારા કેટલીક મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. મોદી સરકાર આ વચગાળાના બજેટમાં મહિલાઓ અને ખેડૂતોને લગતી મોટી જાહેરાતો કરી શકે છે. સૂત્રોના જણાવ્યાનુસાર, કેન્દ્ર સરકાર ખેડૂતોને આપવામાં આવતી કિસાન સન્માન નિધિને બમણી કરવાનો પ્રસ્તાવ લાવી શકે છે.

શિયાળુ સત્રમાં હોબાળો

ઉલ્લેખનીય છે કે સંસદના શિયાળુ સત્ર દરમિયાન પણ શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે હોબાળો થયો હતો. તે દરમિયાન, સંસદના બંને ગૃહો વચ્ચે ઘણા મહત્વપૂર્ણ બિલો પર ચર્ચા કરવામાં આવી હતી અને ઘણા મહત્વપૂર્ણ કાયદાઓ પણ પસાર કરવામાં આવ્યા હતા. વિપક્ષ પણ શિયાળુ સત્ર દરમિયાન સંસદની સુરક્ષામાં થયેલા ભંગ અંગે કેન્દ્ર પાસેથી જવાબ માંગી રહ્યો હતો. વિપક્ષી દળોએ માંગ કરી હતી કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સંસદની સુરક્ષામાં થયેલા ભંગ અંગે ગૃહમાં નિવેદન આપે. જ્યારે કેન્દ્ર સરકારે કહ્યું કે વિપક્ષ ગૃહમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવાનું ટાળી રહ્યો છે.

140થી વધુ સાંસદોને સસ્પેન્ડ

શિયાળુ સત્ર દરમિયાન સંસદના બંને ગૃહોમાંથી 140થી વધુ સાંસદોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બંને ગૃહોના સાંસદોને શિસ્તભંગની કાર્યવાહીના ભાગરૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બાદમાં વિપક્ષી દળોએ સાંસદોના સસ્પેન્શનને લઈને હોબાળો મચાવ્યો હતો અને સંસદ ભવનથી માર્ચ પણ કાઢી હતી.

You Might Also Like

12 વર્ષમાં રૂ.10 લાખ કરોડની લોન માંડવાળ

હવે ઘરવપરાશની ચીજોમાં ભાવવધારાની આવશે બીજી લહેર

EMI બાકી હોય તો પણ દાદાગીરી નહીં ચાલે

જંતર-મંતરને લોહિયાળ બનાવવાનું કાવતરું નિષ્ફળ

ત્રણ વર્ષમાં રૂ. 3,708 કરોડની છેતરપીંડી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સોમનથમાં શ્રાવણમાં ભક્તિ, ભજન અને ભોજનનો થશે ત્રિવેણી સંગમ
ગીર સોમનાથગુજરાત

સોમનથમાં શ્રાવણમાં ભક્તિ, ભજન અને ભોજનનો થશે ત્રિવેણી સંગમ

Editor By Editor 1 day ago
આંબરડીમાં માનવભક્ષી સિંહો માટે 100 હેક્ટરનું નેચરલ એન્ક્લોઝર તૈયાર થશે
સાપુતારા મોન્સુન ફેસ્ટિવલનો આજથી પ્રારંભ
રાજયની બોર્ડર પરથી ૧૬3૪૯ દારૂની બોટલ ઝડપાઇ
વોટ 14માં બાંધકામ અને ગાર્ડનના અધિકારીઓ સામે થાળી વગાડી મહિલાઓનો વિરોધ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?