- ભૂકંપની અસર અન્ય અનેક દેશમાં પણ અનુભવાઈ
- કિર્ગીસ્તાન અને ઝિંજિયાંગ બોર્ડરના અનેક ઘરને નુકસાન
- અનેક ઘર જમીનદોસ્ત થયા તો અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા
ચીન એકવાર ફરીથી ભૂકંપના ઝટકાથી હલ્યું છે. અહીંના દક્ષિણી ઝિજિયાંગ પ્રાંતમાં ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા છે. ચીનની એજન્સી અનુસાર સ્થાનિક સમયના અનુસાર મોડી રાતે ભૂકંપના 2 આંચકા આવ્યા હતા. આ ભૂકંપ ચીનના અક્સૂ પ્રાંતમાં વુશુ કાઉન્ટીમાં આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.2 મપાઈ હતી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના અનુસાર ભૂકંપનું કેન્દ્ર ચીનના દક્ષિણી શિનજિયાંગમાં 80 કિમી નીચે હતું.
કિર્ગીસ્તાન અને કજાકિસ્તામાં ભૂકંપ
ભારતની સાથે જ કિર્ગીસ્તાન અને કજાકિસ્તામાં ભૂકંપની અસર જોવા મળી. આ દેશોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. મળતી માહિતિ અનસાર કજાખની રાજધાની અલ્માટીમાં લોકો ભૂકંપથી ડરીને ઘરની બહાર નીકળ્યા. કિર્ગીસ્તાન અને ઝિજિયાંગ બોર્ડર પર અનેક ઘરને નુકસાન થયું છે. અનેક ઘર જમીનદોસ્ત થયા છે. તેના કારણે કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં ચીનમાં આવ્યા ભૂકંપના આંચકા
ગયા વર્ષે ડિસેમ્બરમાં ચીનમાં ભૂકંપનો મોટો આંચકો આવ્યો હતો. 18 ડિસેમ્બરે ચીનના ગાંસુ અને કિંઘાઈ પ્રાંતમાં ભૂકંપ આવ્યો હતો. તેની તીવ્રતા 6.2ની હતી. આ ભૂકંપમાં 100થી વધારે લોકોના મોત થયા અને અનેક ઘાયલ થયા. હજારો મકાનો કાટમાળમાં ફેરવાઈ ગયા હતા.


