- વરરાજાના મોતથી લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો
- પોપટપરામાં યુવક પોતાના ઘરે અચાનક ઢળી પડયો
- મૃતક યુવકના શનિવારે યોજાવાના હતા લગ્ન
રાજકોટમાં લગ્નના 2 દિવસ પહેલા જ હાર્ટ એટેકથી યુવકનું મોત થયુ છે. જેમાં વરરાજાના મોતથી લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો છે. પોપટપરામાં યુવક પોતાના ઘરે અચાનક ઢળી પડયો હતો. મૃતક યુવકના શનિવારે લગ્ન યોજાવાના હતા.
બે દિવસ પહેલા જ યુવકનું હ્રદય બંધ પડી જતા મોત
રાજકોટમાં લગ્નના બે દિવસ પહેલા જ યુવકનું હ્રદય બંધ પડી જતા મોત નિપજ્યું છે. શહેરના પોપટપરા વિસ્તારમાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો છે. પોપટપરા રહેતા અને કારખાનામાં કામ કરતા અજય સોલંકી નામના યુવક પોતાના ઘરે અચાનક ઢળી પડયો હતો. તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો પણ તબીબો બચાવી શક્યા નહિ. તેમજ મૃતકના શનિવારે લગ્ન યોજવામાં આવનાર હતા.
આ ચિહ્નોની પણ ન કરો અવગણના:
ગરદન, જડબામાં, પીઠમાં, ડાબા હાથની નીચે અથવા બંને હાથ નીચે દુખાવો, બેચેની, શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર.
લક્ષણો અલગ-અલગ હોઈ શકે છે:
પુરુષો અને સ્ત્રીઓમાં હાર્ટ એટેકના લક્ષણો અલગ-અલગ હોઈ શકે છે. પુરુષો કરતાં સ્ત્રીઓને હાર્ટ એટેક દરમિયાન છાતીમાં દુખાવો થવાની શક્યતા ઓછી હોય છે.


