- ગેરકાયદે ખોદકામ દરમિયાન 4 શ્રમિકોના મોત
- ખંપાળીયા ગઢડા ગામની સીમમાં ગેરકાયદે ખનન
- કોલસાની ખાણમાં ભેખડો ધસતા 4 દટાયા હતા
સુરેન્દ્રનગરમાં કોલસાની ખાણમાં મોટી દુર્ઘટના થઇ છે. જેમાં ગેરકાયદે ખોદકામ દરમિયાન 3 શ્રમિકોના મોત થયા છે. ખંપાળીયા ગઢડા ગામની સીમમાં ગેરકાયદે ખનન થઇ રહ્યું છે. તેમાં કોલસાની ખાણમાં ભેખડો ધસતા 4 દટાયા હતા.
પોલીસ, મામલતદાર, ખાણખનીજની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ
મુળી તાલુકાનાં ખંપાળીયા ગઢડા ગામની સીમમાં 4 મજૂરો દટાતા ઘટના સ્થળે 3 ના મોત એક ઇજાગ્રસ્ત થયો એનું પણ મોત નિપજ્યું છે. ખંપાળીયાનાં શખ્સને ઇજાઓ પહોંચી હતી. આજે એનું પણ મોત નિપજ્યું છે. જયરાજ નામના આ શખ્સની સારવાર કયા કરાઇ તથા પીએમ કયા કરાયું કોઇ જાણકારી તંત્ર કે પોલીસ દ્વારા અપાતી નથી. જયરાજના અંતિમ સંસ્કાર પણ કરી દેવાયા છે. જેમાં કોલસાની ખાણમાં ભેખડો ઘસતા મજુરો દટાયા હતા. પોલીસ, મામલતદાર, ખાણખનીજની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ છે. ત્યારે ગેરકાયદેસર ખોદકામ પ્રવૃત્તિઓ સતત ચાલુ છે. જેમાં તંત્ર કયારે પગલા લેશે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યું છે.

અગાઉ પાંચ દિવસમાં ચાર યુવકો મોતને ભેટ્યા
જિલ્લામાં બેફામ રીતે કોલસાની ખાણો ધમધમી રહી છે. ખાણ ખનીજ વિભાગ અને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર ચર્ચામાં આવ્યું છે. અગાઉ સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ દિવસમાં ચાર યુવકોના આ ખનીજ માફિયાઓએ જાણે જીવ લઈ લીધા હોય તેવા પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા હતા. સુરેન્દ્રનગરના થાન પંથકમાં ચાલતી ખનીજ ચોરી મુદ્દે ખાણમાં દટાઈ જવાના કારણે છેલ્લા પાંચ દિવસમાં ચાર યુવકો મોતને ભેટ્યા હતા.


