- કેટલાક શહેરોમાં તાપમાનમાં 2 ડિગ્રી જેટલો વધારો
- પાટનગર ગાંધીનગરમાં તાપમાનનો પારો 10 ડિગ્રી
- ડિસા અને મહુવામાં તાપમાન 11 ડિગ્રી નોંધાયુ
રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ઠંડીથી આંશિક રાહત મળી છે. જેમાં નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. કેટલાક શહેરોમાં તાપમાનમાં 2 ડિગ્રી જેટલો વધારો થયો છે. તેમજ પાટનગર ગાંધીનગરમાં તાપમાનનો પારો 10 ડિગ્રી રહ્યો છે. ડિસા અને મહુવામાં તાપમાન 11 ડિગ્રી નોંધાયુ છે.
વડોદરામાં 11 અને કેશોદમાં 12 ડિગ્રી તાપમાન
વડોદરામાં 11 અને કેશોદમાં 12 ડિગ્રી તાપમાન તથા ભુજ અને કંડલામાં પણ તાપમાનનો પારો 12 ડિગ્રી તેમજ અમદાવાદ, રાજકોટ, પોરબંદરમાં 13 ડિગ્રી તાપમાન છે. હવામાન વિભાગે થોડા રાહતના સમાચાર આપ્યા છે. જેમાં આગામી સપ્તાહમાં ઠંડીમાં આંશિક રાહત મળી શકે છે. હવામાન વિભાગના અનુસાર, ઉત્તર પૂર્વના પવનોની દિશામાં બદલાવ આવશે. જેની સાથે જ પવનની દિશા બદલાતા ઠંડીથી આંશિક રાહત મળશે.
આગામી 6-7 દિવસ દરમિયાન સમગ્ર રાજ્યનું તાપમાન બે ડિગ્રી જેટલું વધી શકે છે
આ અંગે હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી 6-7 દિવસ દરમિયાન સમગ્ર રાજ્યનું તાપમાન બે ડિગ્રી જેટલું વધી શકે છે. હાલમાં ગુજરાતમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે જે બે દિવસ બાદ ઘટી શકે છે. તે ઉપરાંત પવનની ગતિ પણ સામાન્ય રહેતા બે દિવસ બાદ ઠંડીનું જોર ઘટશે. જ્યારે હાલમાં દિવસ દરમિયાન મહત્મ તાપમાન પણ નીચું જ રહે છે. ત્યારે હવામાન વિભાગે જણાવ્યું કે, હાલમાં ઉત્તર પૂર્વિય દિશા તરફથી પવનની ગતિ રહેશે જેને કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તદુપરાંત બે દિવસ બાદ પવનની દિશા બદલાઈ શકે છે. જેથી તાપમાનમાં પણ બે ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે.


