- ડીન એલ્ગરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
- કોહલીએ એલ્ગરને તેની સાઇન કરેલી ટી-શર્ટ ભેટ આપી
- એલ્ગરે વિરાટ સાથેની જૂની યાદો તાજી કરી
આ દિવસોમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સાથે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમી રહી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સાથે તેના ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ રમી હતી. જે 1-1ની બરાબરી પર સમાપ્ત થઈ હતી. સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચેની સીરિઝ ખતમ થયા બાદ ડીન એલ્ગર અને વિરાટ કોહલી પણ એકબીજાને ગળે લગાવતા જોવા મળ્યા હતા. સિરીઝ સમાપ્ત થયાના ઘણા દિવસો પછી ડીન એલ્ગરે ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પર ગુસ્સે થવાની અને તેનો સામનો કરવાની ઘટનાને યાદ કરી છે.
ભારત અને સાઉથ આફ્રિકાની મેચ
આ સિરીઝમાં સાઉથ આફ્રિકાની ટીમની કમાન ડીન એલ્ગરના હાથમાં હતી, કારણ કે તેમ્બા બાવુમા ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ડીન એલ્ગરે પણ સિરીઝની પ્રથમ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. જેના કારણે તેને મેન ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. . આ દરમિયાન કોહલીએ ડીન એલ્ગરને તેની ટી-શર્ટ પણ ભેટમાં આપી હતી. સિરીઝના અંત પછી ડીન એલ્ગરે પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. ડીન એલ્ગરે વર્ષ 2015ની એક ઘટનાને યાદ કરતા જણાવ્યું હતું કે કેવી રીતે વિરાટ કોહલીએ મેચ દરમિયાન ગુસ્સો બતાવીને તેનો સામનો કરવાનો પ્રયાસ કર્યો હતો.
ડીન એલ્ગર અને વિરાટનો કિસ્સો
ડીન એલ્ગર તેની છેલ્લી ટેસ્ટ મેચમાં વિરીટ કોહલી સાથે સંકળાયેલી જૂની વાતો યાદ કરી હતી. ડીન એલ્ગર 2015માં રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન બેટિંગ કરવા માટે ક્રિઝ પર આવ્યો હતો. ત્યારે તે આર અશ્વિન સામે પોતાની પકડ મજબૂત કરવા માંગતો હતો. તે સમયે વિરાટ કોહલીએ જાડેજાને હસીને કહ્યું હતુ કે મને તેની સાથે લડવું ગમે છે. જે બાદ ડીન એલ્ગરે કોહલીને કહ્યું કે જો તું આવું કંઈ કરીશ તો હું તને બેટથી ફટકારીશ. આ પછી વિરાટ કોહલીએ કેટલાક અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. જોકે આ બધી જૂની વાતો હતી.
ડીન એલ્ગરની છેલ્લી ટેસ્ટ મેચ
ડીન એલ્ગરની છેલ્લી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ તેની સાથે ખાસ મુલાકાત કરી હતી. જો કે વિરાટ કોહલી મેચ દરમિયાન ઘણો આક્રમક જોવા મળતો હોય છે પરંતુ હવે કેટલીક મેચોમાં તેનો આક્રમક રૂપ જોવા મળ્યું નથી. સાઉથ આફ્રિકા સાથે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં પણ વિરાટ ખૂબ જ શાંત દેખાતો હતો. જો કે આ સીરીઝ દરમિયાન સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર બર્ગર અને માર્કો જોન્સને તેનો મુકાબલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ દરમિયાન પણ વિરાટ કોહલી એકદમ શાંત રહ્યો હતો.


