- વાડજ સ્મશાન ગૃહ પાસે ગાંજાના છોડ
- પ્રતિબંધિત ગાંજાના છોડનું વાવેતરથી ચકચાર
- વાડજ સ્મશાન ગૃહનું સંચાનલ AMC કરે છે
હવે ફરીથી અમદાવાદ તંત્ર ઊંઘતું ઝડપાયું છે. વાડજ સ્મશાન ગૃહ પાસે ગાંજાના છોડનું વાવેતર થયુ છે. તેમાં પ્રતિબંધિત ગાંજાના છોડના વાવેતરથી ચકચાર મચી છે. વાડજ સ્મશાન ગૃહનું સંચાનલ AMC કરે છે. ગાંજાના છોડના વાવેતર મુદ્દે તંત્ર નિંદ્રામાં છે.
AMCની નર્સરીમાં ગાંજાના છોડ જોવા મળતા ખળભળાટ
અગાઉ અમદાવાદમાં AMCની નર્સરીમાં ગાંજાના છોડ જોવા મળતા ખળભળાટ મચી ગયો હતો. જેમાં રિવરફ્રન્ટ હાઉસની બાજુમાં આવેલી નર્સરીમાં ગાંજાના છોડ ઉગેલા જોવા મળ્યા હતા. AMCની એક બાદ એક નર્સરીમાં ગાંજાના છોડ ઉગેલા જોવા મળતા AMCના ગાર્ડન વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા હતા. અમદાવાદ જેવા શહેરમાં નશાના થઇ રહેલા ખુલ્લેઆમ વાવેતરથી પોલીસની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે.
અમદાવાદમાં ગાંજાની લેબમાં મોટી કાર્યવાહી કરવામાં આવી હતી
થોડા દિવસ પહેલા અમદાવાદમાં ગાંજાની લેબમાં મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં એક યુવતી અને 2 યુવકો ગાંજાની ખેતી કરી રહ્યા હોવાની માહિતી સામે આવી હતી. પોલીસે 200 કુંડા કબ્જે કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. પોલીસે આ ઘટનામાં 200 કુંડા કબ્જે કરવા કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં સંડોવાયેલા એક યુવતી અને 2 યુવકો ઝારખંડના રહેવાસી હોવાનું સામે આવ્યું હતુ.


