- જીલ્લા તંત્રને વ્યવસ્થા કરવા માટે આદેશ કરાયો
- વારાણસી કોર્ટે જ્ઞાનવાપી મુદ્દે આપ્યો મોટો ચૂકાદો
- એએસઆઇ દ્વારા કરાયેલા સર્વેક્ષણનો રિપોર્ટ
જ્ઞાનવાપીના મસ્જિદના ભોંયરામાં હિન્દુઓને પૂજા કરવાનો અધિકાર મળ્યો છે. આજે વારાણસી કોર્ટેમાં હિન્દુ પક્ષની અરજી સ્વીકારી હતી. વારાણસી જિલ્લા અદાલતે હિન્દુ પક્ષના પક્ષમાં મોટો નિર્ણય સંભળાવ્યો છે. હિંદુ પક્ષને જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર
વારાણસી જિલ્લા અદાલતે હિન્દુ પક્ષના પક્ષમાં મોટો નિર્ણય સંભળાવ્યો છે. હિંદુ પક્ષને જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. કોર્ટે જિલ્લા વહીવટીતંત્રને 7 દિવસમાં બેરિકેડિંગની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો છે. આ ભોંયરું મસ્જિદની નીચે છે. હવે અહીં નિયમિત પૂજા થશે. આ પૂજા કાશી વિશ્વનાથ ટ્રસ્ટ બોર્ડ દ્વારા કરવામાં આવશે. હિન્દુ પક્ષે તેને મોટી જીત ગણાવી છે અને 30 વર્ષ બાદ ન્યાય મળ્યો હોવાનો દાવો કર્યો છે. નવેમ્બર 1993 સુધી અહીં પૂજા થતી હતી.
શૈલેન્દ્ર કુમાર પાઠકની અરજી
આપને જણાવી દઈએ કે, વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં સ્થિત વ્યાસ તેહખાનામાં પૂજા કરવાના અધિકારની માંગ કરતી શૈલેન્દ્ર કુમાર પાઠકની અરજી પર ગઈ કાલે સુનાવણી બાદ જિલ્લા ન્યાયાધીશે આદેશ સુરક્ષિત રાખ્યો હતો. જેના પર આજે નિર્ણય આવ્યો છે.
તત્કાલીન રાજ્ય સરકારે વ્યાસ ભોંયરામાં પૂજા કરવાનું બંધ કરી દીધું
આ મામલામાં હિંદુ પક્ષનો દાવો છે કે નવેમ્બર 1993 પહેલા તત્કાલીન રાજ્ય સરકારે વ્યાસ ભોંયરામાં પૂજા કરવાનું બંધ કરી દીધું હતું. જેને ફરી શરૂ કરવાનો અધિકાર મળવો જોઈએ. તે જ સમયે, મુસ્લિમ પક્ષે પૂજા સ્થળ અધિનિયમને ટાંકીને અરજીને બરતરફ કરવાની માંગ કરી હતી. પરંતુ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી હતી અને હિન્દુ પક્ષને જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો હતો.


