- 62 વર્ષની વયમર્યાદા છતાં 70 વર્ષીય નિવૃત્ત પ્રોફેસરની કમિટીમાં નિમણૂકનો વિવાદ
- સરદાર પટેલ યુનિવર્સિટી ગુજરાત પબ્લીક યુનિ એક્ટ-2023ના દાયરામા આવી છે
- યુનિવર્સિટીના સ્થાપનાકાળથી ચાલી આવતી સેનેટ અને સિન્ડીકેટની પ્રથા અલવિદા કરાઇ
સરદાર પટેલ યુનિવર્સિટી ગુજરાત પબ્લીક યુનિ એક્ટ-2023ના દાયરામા આવી છે. છેલ્લા કેટલાક સમયથી સેનેટ-સિન્.ડીકેટ વિખેરીને તેના સ્થાને બોર્ડ ઓફ મેનેજમેન્ટની રચનાના મુદ્દે યુનિના સત્તાધીશો દ્વારા લોલમલોમ વૃત્તિ ચલાવવામા આવતી હતી. ત્યારે આખરે બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યોની નિયુક્તિનુ જાહેરનામુ પ્રસિદ્ધ કરી ભાંગરો વાટયો છે. જેમાં પાચ જગ્યા ખાલી રખાઇ છે. તદુપરાંત વયમર્યાદા 62 વર્ષની હોવા છતાં 70 વષીય નિવૃત્ત પ્રોફેસર કે.એસ.લિખીયાની નિમણુંકે વિવાદ છેડયો છે. માત્ર કાગળ ઉપર જ નિમણુંકની પ્રક્રિયા પુર્ણ કરી કુલપતિ અને રજીસ્ટ્રારે જવાબદારી છટકી જવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાત પબ્લીક યુનિવર્સિટી એક્ટ લાગુ કરાતા યુનિવર્સિટીના સ્થાપનાકાળથી ચાલી આવતી સેનેટ અને સિન્ડીકેટની પ્રથા અલવિદા કરાઇ છે. એક્ટના અમલીકરણની સાથે જાહેર કરાયેલા બોર્ડ ઓફ મેનેજમેન્ટની અમલવારી થતાં જ સેનેટ અને સિન્ડીકેટનુ માળખુ વિખેરાયેલુ ગણી શકાય, તેવો શિક્ષણતજજ્ઞોનો મત છે. ત્યારે જે કુલપતિ પુર્ણકાલીન સમય માટે સત્તારૂઢ નથી તેવા વીસીએ બોર્ડ ઓફ મેનેજમેન્ટનુ જાહેરનામુ પ્રસિદ્ધ કરતાં જ તેઓ હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાયા છે. કારણ કે સભ્યોની નિયુક્તિમાં હેડ ઓફ કોલેજ, ડિપાર્ટમેન્ટ, ટીચર્સ એન્ડ પ્રિન્સીપલ્સ, એકેડેમીક કાઉન્સીલની કુલ પાંચ બેઠકો ખાલી દર્શાવવામા આવી છે. જયારે બાકી રહેલી છ બેઠકોમાં હોદ્દાની રૂઇએ કુલપતિ બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરપર્સન અને એજ્યુકેશન માં પ્રોફેસર કે.એસ.લિખીયા કે જેઓ 70 વર્ષીય અને વયોચિત નિવૃત્ત હોવા છતાં તેઓની નિયુક્તિનો મુદ્દો ગરમાયો છે. ત્યારે 11 વિભાગો પૈકી પ બેઠકો ખાલી હોવા છતાં યુનિના રજીસ્ટ્રારે જાહેરનામુ પ્રસિદ્ધ કરી નવા એક્ટની કલમ-14 મુજબ નિમણુંક પામેલ સભ્યોની મુદત 2 વર્ષ અને 6 મહિના સુધી કે 62 વર્ષની વય પ્રાપ્તની જોગવાઇ કરાઇ છે. પરંતુ 62 વર્ષથી વધુ વય ધરાવતા શિક્ષણકર્મીની નિમણુંકે ઉહાપોહ સર્જાયો છે. યુનિના સત્તાધીશોએ માત્ર કામગીરી પુર્ણ કર્યાનો સંતોષ માન્યો છે.
બોર્ડ ઓફ મેનેજમેનેટનુ માળખું
કલપતિ- ચેરપર્સન, પ્રો.કે.એસ.લિખીયા,પ્રો. વિનાયક પટેલ,પ્રો. દર્શના દવે,પ્રો. મનીષ પટેલ,પ્રો. સંદિપ ભટ્ટ,ડૉ. અલકા મેકવાન,ઋષિકેશ શાહ,નીતાબેન બ્રહ્મભટ્ટ,કેતનભાઇ પટેલ, વિજયસિંહ ઝાલા,નિરજકુમાર સિંઘ, યુનિ રજીસ્ટ્રારનો સમાવેશ થાય છે.


