- હેમંત સોરેને ધારાસભ્યોની બેઠકમાં બે સાદા કાગળો પર સહી કરાવી છે
- એક પત્ર કલ્પના સોરેન માટે અને બીજા પત્રમાં મંત્રી ચંપાઈ સોરેનના નામે સહી કરાવવામાં આવી
- મંગળવારે CM સોરેન 40 કલાક બાદ અચાનક દિલ્હીથી રાંચી પહોંચ્યા હતા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ આજે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની પૂછપરછ કરવા પહોંચી છે. EDની ટીમ બપોરે 1 વાગ્યે રાંચીમાં સીએમ આવાસ પર પહોંચી હતી અને કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પ્રશ્નોના જવાબ આપશે. EDએ સોરેનને 10 વખત સમન્સ જારી કર્યા છે. આ પહેલા મંગળવારે CM સોરેન 40 કલાક બાદ અચાનક દિલ્હીથી રાંચી પહોંચ્યા હતા. સોરેને દિલ્હીથી રાંચી સુધી 1250 કિલોમીટરથી વધુ સડક માર્ગે મુસાફરી કરી હતી.
આ બેઠકમાં સીએમ સોરેનની પત્ની કલ્પના સોરેન પણ હાજર હતા
અહીં તેઓ ઝારખંડ મુક્તિ મોરચાના વરિષ્ઠ નેતાઓ અને સહયોગી ધારાસભ્યોને મળ્યા. આ બેઠકમાં સીએમ સોરેનની પત્ની કલ્પના સોરેન પણ હાજર હતા. જો કે તેઓ ધારાસભ્ય નથી. જેએમએમનું કહેવું છે કે બેઠકમાં વધુ વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી છે. બેઠકોમાં, ધારાસભ્યોએ હેમંત સોરેન સરકાર સાથે એકતા વ્યક્ત કરી અને કોઈના નામ વગર સમર્થનના પત્ર પર સહી પણ કરી. એવી અટકળો છે કે હેમંતની ધરપકડની સ્થિતિમાં તેની પત્ની કલ્પના સોરેનને મુખ્યમંત્રીની બાગડોર સોંપવામાં આવશે.
‘હેમંતે ધારાસભ્યોને બે સાદા કાગળો પર સહી કરાવી’
હેમંત સોરેને ધારાસભ્યોની બેઠકમાં બે સાદા કાગળો પર સહી કરાવી છે. એક પત્ર કલ્પના સોરેન માટે અને બીજા પત્રમાં મંત્રી ચંપાઈ સોરેનના નામે સહી કરવામાં આવી છે. જેએમએમના ધારાસભ્યો (ગઈકાલે બેઠકમાં 7 ધારાસભ્યો હાજર ન હતા) એ કલ્પના સોરેન અને ચંપાઈ સોરેનના સમર્થનમાં બે પત્રો પર હસ્તાક્ષર કર્યા છે. જો હેમંતની ધરપકડ થશે તો આવી સ્થિતિમાં નવી સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ કરવી પડશે. ત્યારે આ પત્રો મહત્વના બની રહેશે અને એક નામ પર અંતિમ સહમતિ બન્યા બાદ આ પત્ર રાજ્યપાલને સોંપવામાં આવી શકે છે. પ્રથમ વિકલ્પ તરીકે કલ્પના સોરેનનું નામ છે. તે હેમંતના પત્ની છે. પરંતુ, હેમંતના ભાઈ બસંત સોરેન અને ભાભી સીતા સોરેનને JMMના 18 ધારાસભ્યોનું સમર્થન છે. શિબુ સોરેન પણ બસંત સોરેનને સપોર્ટ કરી રહ્યા છે.
EDની ટીમ CM આવાસ પર પહોંચી
EDની ટીમ CM આવાસ પર પહોંચી ગઈ છે. અહીં ચેકિંગ બાદ ગાડીઓને અંદર જવા દેવામાં આવી રહી છે. સુરક્ષા દળો સાથે EDના અધિકારીઓ પણ પહોંચ્યા છે. EDની ટીમ કથિત જમીન કૌભાંડ સંબંધિત કેસમાં હેમંતની પૂછપરછ કરશે. EDના અધિકારીઓ પણ કારમાં હેલ્મેટ સાથે આવ્યા છે.


