- વિદ્યાર્થીઓએ સમગ્ર બાલાસિનોર શહેર તથા તાલુકાનું ગોરવ વધાર્યું છે
- સંસ્કૃત વિષયમાં અશ્વિનકુમાર બારિયાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું
- હિન્દી વિષયમાં ઠાકોર અંજનાબેન ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું
શ્રી ગોવિંદ ગુરુ યુનીવર્સીટી ધ્વારા પાંચમો દદક્ષાંત અને સુવર્ણ ચંદ્રક સમાહરો નું આયોજન કરવામાં આવ્યું હતું. બાલાસિનોર ખાતે આવેલ અંજુમન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નવગુજરાત સાયન્સ કોલેજમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી લુહાર સલમાનખાન યાકુબખાન એ બી.એસ.સી અભ્યાસક્રમ ભોતિક વિજ્ઞાન( ફીઝીક્સ) માં તથા બી.એડ કોલેજ બાલાસિનોર માં અભ્યાસ કરતા ભાટી ગિરીશકુમાર અંબાલાલ એ બી.એડ અભ્યાસક્રમ માં સમગ્ર યુનીવર્સીટી માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરેલ છે. જયારે બાલાસિનોર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અનુસ્નાતક વિભાગમાં અંગ્રેજી વિષયમાં એમએ કરનાર વત્સકુમાર મહેશભાઈ માછી, હિન્દી વિષયમાં ઠાકોર અંજનાબેન અને સંસ્કૃત વિષયમાં અશ્વિનકુમાર બારિયાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓને યુનીવર્સીટી, કોલેજ , સમાજ તથા સમગ્ર બાલાસિનોર શહેર તથા તાલુકાનું ગોરવ વધાર્યું છે.


