- મિનેસોટા પ્રતિનિધિ ડીન ફિલિપ્સ અને લેખક મેરિયન વિલિયમ્સનને હરાવ્યા
- જો બાઈડેને ડેમોક્રેટિક પ્રાઇમરીમાં સારા મતોથી જીત મેળવી
- નવેમ્બરમાં ટ્રમ્પને બાઈડેન હરાવશે તેવો દાવો કર્યો
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સાઉથ કેરોલિના ડેમોક્રેટિક પ્રાઈમરી જીતવામાં સફળ થયા છે. તેમણે શનિવારે (03 ફેબ્રુઆરી 2024) મિનેસોટાના પ્રતિનિધિ ડીન ફિલિપ્સ અને લેખક મરિયાને વિલિયમસન સહિત દક્ષિણ કેરોલિનામાં લાંબા સમયથી રહેલા ડેમોક્રેટ્સને હરાવ્યા હતા. ચૂંટણી પહેલા તેમણે અહીં ભારે રોકાણ કર્યું હતું, જેથી તેઓ અહીં સફળતા મેળવી શકે. અને આખરે તેમની મહેનત રંગ લાવી હતી.
મળતી માહિતી અનુસાર, જો બાઈડેને ડેમોક્રેટિક પ્રાઇમરીમાં સારા મતોથી જીત મેળવી છે. નિષ્ણાતોનું માનવું છે કે આ શાનદાર જીતથી તેમને મુખ્ય ચૂંટણીમાં પણ ફાયદો થશે. મતદાન કરતા પહેલા, તેઓ ખાસ કરીને કાળા મતદારો પર નજર રાખતા હતા, જે મુખ્ય ચૂંટણી દરમિયાન નિર્ણાયક ભૂમિકા ભજવતા જોવા મળશે.
જો બાઈડેન જીતથી ખુશ
જીત બાદ બાઈડેન ખૂબ જ ખુશ દેખાતા હતા. આ સમય દરમિયાન, તેમણે ઉત્સાહપૂર્વક કહ્યું કે, ”તેઓ નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં તેમના રિપબ્લિકન હરીફ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી દેશે.”
બાઈડેને એક નિવેદનમાં કહ્યું કે, ”2020 માં દક્ષિણ કેરોલિનાના મતદારોએ જ નિષ્ણાતોને ખોટા સાબિત કર્યા. તેમણે અભિયાનમાં નવો પ્રાણ ફૂંક્યો. જેના કારણે તેઓ પ્રમુખ પદ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા.”
બાઈડેને આભાર વ્યક્ત કર્યો
ડેમોક્રેટિક પ્રાઇમરીમાં જીત બાદ તેમણે આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે દક્ષિણ કેરોલિનાના લોકોએ 2024માં ફરી મદદ કરી છે. મને કોઈ શંકા નથી કે તમે મને ફરીથી પ્રમુખપદ જીતવાની અને ટ્રમ્પને હરાવવાની અણી પર મૂક્યો છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ઓફિસ તરફથી સાંજે 7:23 વાગ્યે બાઈડેનની જીતની જાણ આપી હતી. પ્રાથમિક પરિણામોના એનાલિસિસના આધારે, તેને રાજ્યભરના મુખ્ય સ્થાનો પરથી નિર્ણાયક લીડ મળી રહી હોવાનું જણાય છે.


