By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગુજરાત સરકારમાં 'ફાઈવ ડે વીક' લાવો : સચિવાલય ફેડરેશન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ગુજરાત સરકારમાં 'ફાઈવ ડે વીક' લાવો : સચિવાલય ફેડરેશન

agragujaratnews
Last updated: 2024/02/04 at 1:02 PM
2 years ago
Share
ગુજરાત સરકારમાં 'ફાઈવ ડે વીક' લાવો : સચિવાલય ફેડરેશન
SHARE

  • 19 પડતર પ્રશ્નોનું આવેદનપત્ર સોંપ્યું, કહ્યું- નિરાકરણ લાવો નહિતર આંદોલન કરીશું
  • વીજળી, પાણી, પરિવહનમાં બચત અને માનસિક તંદુરસ્તી માટે અધિકારીઓએ માંગણી કરી
  • પરિણામે સરકારી કાર્યઉત્પાદકતામાં સમગ્રતયા વધારો થશે

ભારત સરકારના પર્સોનલ અને ટ્રેઈનિંગ ડિપાર્ટમેન્ટના 21 મે 1985ના ઓફિસ મેમોરેન્ડમને ટાંકીને અહીં ગુજરાત સરકારને પણ કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો કરવા સરકારની કચેરીઓ માટે પાંચ દિવસના સપ્તાહ અર્થાત ‘ફાઈવ ડે વીક’ સિસ્ટમને અમલમાં મુકવા માંગણી ઉઠી છે. શનિવારે ગુજરાત સચિવાલય ફેડેરેશને શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ત્રણ આવેદનપત્રો પાઠવ્યા હતા. જેમાં ફાઈવ ડે વીક ઉપરાંત જૂલાઈ 2023ની અસરથી મોંધવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરી 42થી 46 ટકા આપવાના હુકમો સત્વરે બહાર પાડવા માંગણી કરવામાં આવી છે.

સચિવાલયના અધિકારીઓએ સોંપેલા આવેદનપત્રમાં 19 જેટલા પડતર પ્રશ્નોની યાદી પણ સોંપાવમાં આવી છે. જેનો ઝડપી ઉકેલ લાવવાની વિનંતી સાથે અગાઉ પાઠવેલા પત્રનો કોઈ જવાબ ન મળ્યા અંગે પણ નારાજગી વ્યક્ત કરાઈ છે. એટલું જ નહીં, પડતર પ્રશ્નોનો ઉકેલ નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરી વિરોધ પ્રદર્શનની ચિમકી પણ ઉચ્ચારવામા આવી છે. સચિવાલય ફેડરેશને ગુજરાત સરકારની કચેરીઓમાં ‘ફાઈવ ડે વીક’ની માગણી પાછળ કારણો આપતા જણાવ્યું છે કે, બે દિવસ દરમિયાન કચેરી તથા તેના આનુંષાંગિક અન્ય ખર્ચામાં બચત થશે. જેમાં વીજળી, પાણી અને પરિવહનનો પણ સમાવેશ થાય છે. શનિવાર અને રવિવારના દિવસોમાં સરકારી કર્મચારી અને અધિકારીઓ પરિવાર સાથે પસાર કરી શકશે. જેથી માનસિક તંદુરસ્તીમાં વૃદ્ધિ થશે અને ઉત્સાહપૂર્વક સપ્તાહની શરૂઆતમાં સરકારી કામકાજમાં યોગદાન આપી શકશે. જેના લીધે કાર્યક્ષમતામાં પણ વધારો થશે. પરિણામે સરકારી કાર્યઉત્પાદકતામાં સમગ્રતયા વધારો થશે. હાલમાં સરકારી કચેરીઓમાં મહિલા કર્મચારીઓની સંખ્યાનું પ્રમાણ 33 ટકા જેટલુ હોવાથી કચેરી અને પરિવારમાં બંનેમાં સંતુલન કેળવી શકાશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારની ચિંતન શિબરો તેમજ તે પૂર્વે કર્મચારીઓની કાર્યક્ષમતા સંદર્ભે યોજાતા સેમિનારોમાં વારંવાર સરકારની કચેરીઓ માટે પાંચ દિવસના સપ્તાહની વિચારણા થઈ છે.

ભારત સરકાર સહિત ચાર રાજ્યોમાં ‘ફાઈવ ડે વીક’ ફેડરેશનના પ્રમુખ બિન્દેશવન ગોંસાઈએ મુખ્યમંત્રીને સોંપેલા પત્રમાં કહ્યુ છે કે, ભારત સરકાર ઉપરાંત ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, સિક્કમ અને મહારાષ્ટ્રમાં પાંચ દિવસના કામકાજી સપ્તાહનો અમલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, ભારત સરકારના પર્સોનલ અને ટ્રેઈનિંગ ડિપાર્ટમેન્ટના 21 મે 1985ના ઓફિસ મેમોરેન્ડમમાં કેન્દ્રીય મંત્રીઓ, મંત્રાલયો તેમજ ભારત સરકારની કચેરીઓમાં પાંચ દિવસના સપ્તાહનો અમલ કરવા કહેવાયું હતું.

You Might Also Like

ધોરાજીના ખોડીયાર નગરના રહીશો ૨૨ દિવસથી પાણી વિહોણા : ઊનાળાના પ્રારંભે જ હાડમારી

ધારીના ગોપાલગ્રામમા એકસાથે ૯ સિંહોના ધામા : વીડિયો વાયરલ

દીવ-નવી મુંબઇ વચ્ચે ઇન્ડિગો દ્વારા થયો નવી ફલાઇટનો પ્રારંભ

અબડાસામાં એક દશકા બાદ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ બચ્ચાનો જન્મ

ગીરના કાસિયા નેસમાં રેલવે ટ્રેકમાં ચડી આવેલ સિંહણ-3 બચ્ચાનો બચાવ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલના ચોરડી ગામ પાસે ટ્રક હડફેટે બાઇક સવાર યુવાનનું મોત
ગોંડલ

ગોંડલના ચોરડી ગામ પાસે ટ્રક હડફેટે બાઇક સવાર યુવાનનું મોત

Editor By Editor 3 days ago
ગોંડલ માર્કેટિંગ યાર્ડ તહેવાર અને માર્ચ એન્ડીંગ ને લઈને 9 દિવસ બંધ રહેશે
ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ
 રાજમાર્ગો પર ૧૦૦૦ વાહનોની ૨૫ કિ.મી. લાંબી સ્વામિનારાયણ સંદેશ યાત્રા નીકળી
જંગલેશ્વરમાંથી નશાકારક ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?