- મંજૂરી માત્ર વ્યસનમુક્તિ કાર્યક્રમની હતી: એસપી હર્ષદ મહેતા
- આરોપીને લઈને સાંજ સુધીમાં જુનાગઢ ટીમ આવશે
- વાહન મારફત આરોપીને જુનાગઢ લાવવામાં આવી રહ્યો છે
જુનાગઢ: મુફતી સલમાન ઝહરીની ધરપકડ મામલે એસપી હર્ષદ મહેતાએ જાણકારી આપતા જણાવ્યું છે કે મંજૂરી માત્ર વ્યસનમુક્તિ કાર્યક્રમની હતી. તેમાં મોડી રાત સુધી કાર્યક્રમ ચાલ્યો હતો. આરોપીને લઈને સાંજ સુધીમાં જુનાગઢ ટીમ આવશે. વાહન મારફત આરોપીને જુનાગઢ લાવવામાં આવી રહ્યો છે. પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે.
મુફ્તી સલમાન અઝહરીની ATSએ પૂછપરછ કરી
જુનાગઢ પોલીસે મુફ્તીનો કબજો લીધો છે. તેમજ મુફ્તીને લઈ જુનાગઢ પોલીસ રવાના થઇ છે. મુફ્તી સલમાન અઝહરીની ATSએ પૂછપરછ કરી છે. ATSમાં મુફ્તીનું નિવેદન રેકોર્ડ કરવાની કામગીરી કરાઇ હતી. મૌલવીના ત્રણ ટ્રસ્ટની પણ ATSએ તપાસ શરૂ કરી છે. અઝહરી કઈ સંસ્થા સાથે સંકળાયેલો છે તે અંગે તપાસ શરૂ થઇ છે. મોબાઈલ અને સોશિયલ મીડિયા પર પણ ATS તપાસ કરશે. તેને ફંડિગ કરતી સંસ્થા વિશે પણ તપાસ કરવામાં આવી છે. મુફ્તી યુ – ટ્યુબર હોવાથી સો.મીડિયા પર ફોલોઅર્સ વધારે છે. મુફ્તી આ પહેલા પણ અનેક વખત વિવાદમાં સપડાઈ ચૂક્યો છે.
ગુજરાત પોલીસે મુંબઈમાં મૌલાના અઝહરીની ધરપકડ કરી
ગુજરાત પોલીસે મુંબઈમાં મૌલાના અઝહરીની ધરપકડ કરી હતી. જેમાં મુફ્તીએ ઈજિપ્તની અલહજર યુનિ.માંથી અભ્યાસ કર્યો છે. તેમજ જુનાગઢની નરસિંહ સ્કૂલના ગ્રાઉન્ડમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું. તેમાં મૌલાના અઝહરીએ સનાતન સામે નિવેદન આપ્યું હતુ. તેથી મુંબઈ પોલીસે મૌલાના સહિત 2 લોકો સામે ફરિયાદ કરી હતી. જેમાં મૌલાના સામે IPC કલમ 153 B અને 505(2)નો કેસ તથા 153 B અંતર્ગત ધાર્મિક સમૂહો વચ્ચે દુશ્મની વધારવાનો કેસ કર્યો હતો. 505(2) અંતગર્ત ભડકાઉ ભાષણ આપવાનો કેસ નોંધાયો છે.
મૌલાનાની દુકાનો બંધ થઈ રહી છે: કથાકાર રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રી
ભડકાઉ ભાષણ આપનાર મૌલાના સામે રોષ વ્યાપો છે. જેમાં કથાકાર રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીએ જણાવ્યું છે કે તકલીફ હોય તો પાકિસ્તાન જતા રહો. ધર્મગુરુઓને અશોભનીય વાણી બોલવી યોગ્ય નહીં. સરકારે આવા વિધર્મીને ભારતમાં રહેવા દેવા ન જોઈએ. ધર્મપરિવર્તનનો ડર વિધાર્મીઓને છે. મૌલાનાની દુકાનો બંધ થઈ રહી છે.


