- હોસ્પિટલમાં દર્દીના સ્વાસ્થ્ય સાથે થઈ રહ્યા છે ચેડા
- સૂપમાં જીવાતનો વધુ એક વીડિયો થયો વાયરલ
- હોસ્પિટલ તંત્રની સુવિધાઓ પર ઉઠ્યા સવાલો
અમદાવાદમાં AMC સંચાલિત SVP હોસ્પિટલમાં બેદરકારી સામે આવી છે. જેમાં દર્દીને આપાયેલા સૂપમાં જીવાત નીકળી છે. હોસ્પિટલમાં દર્દીના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. તેમજ સૂપમાં જીવાતનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. ત્યારે હોસ્પિટલ તંત્રની સુવિધાઓ પર સવાલો ઉઠ્યા છે.
દર્દીના સ્વજને સૂપ મંગાવતા તેમાંથી જીવાત નીકળી
દર્દીના સ્વજને સૂપ મંગાવતા તેમાંથી જીવાત નીકળી છે. ત્યારે હોસ્પિટલમાં દર્દીના સ્વાસ્થ સાથે ચેડા થઇ રહ્યા છે. જેમાં હોસ્પિટલને રજૂઆત કરતા ગ્રાહકનું કોઈ ન સાંભળતુ હોવાની ફરિયાદ પણ સામે આવી છે. દર્દી સાજો થવા જાય છે કે બીમાર પડવા તે સવાલ છે. હોસ્પિટલ તંત્રની સુવિધાઓ પર સવાલો ઉઠ્યા છે. પ્રાઇવેટ હોસ્પિટલ સમાન ચાર્જ વસૂલતી AMCની હોસ્પિટલની બેદરકારી સામે આવતા દર્દીઓમાં રોષ ફેલાયો છે.
ઘણી સમસ્યાઓ વીડિયોમાં જણાવવામાં આવી
અમદાવાદની SVP હોસ્પિટલ કે જેની સુવિધાઓ માટે ખૂબ વખાણાય છે. પરંતુ દર્દી માટે ત્યાંની કેન્ટીનમાંથી મગાવેલા સૂપમાંથી જીવાત નીકળતા દર્દીનાં પરિવારજનો દ્વારા વીડિયો વાઇરલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય ઘણી સમસ્યાઓ વીડિયોમાં જણાવવામાં આવી છે. જેમાં દર્દી સાથે એક વ્યક્તિને રહેવા માટે પાસ આપવામાં આવે છે. પરંતુ લોકોની માગ છે કે, દર્દીઓ સાથે રહેવા માટે બે પાસ ઇશ્યુ થવા જોઈએ. જેથી એક વ્યક્તિ જાય તો તરત બીજી વ્યક્તિ દર્દી સાથે હાજર રહી શકે.


