- મહેસાણામાં વર્ષ 2022 કરતાં 2023માં 58.20 ટકા ચોરીના બનાવો વધુ નોંધાયા
- બે વર્ષમાં દિવસે 25ના સામે રાત્રે 240 ઘરફેડ ચોરીના બનાવો
- બે વર્ષમાં લૂંટના 58 બનાવો નોંધાયા
મહેસાણા જિલ્લામાં પોલીસ વિભાગની સરળ અને સચોટ કામગીરીને લઈ જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં કુલ 4,415 જેટલા નાના મોટા ગુનાઓની સંખ્યા નોંધાઈ છે. છેલ્લા બે વર્ષની સરખામણીએ વર્ષ 2022 કરતા 2023માં 25.25 ટકા વધુ ગુનાઓ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 58.20 ટકા ચોરીના ગુનાઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.
મહેસાણા જિલ્લા પોલીસ વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે વર્ષ 2022માં કુલ 1,888 જેટલા ગુનાઓ પાર્ટ-1થી પાંચમાં નોંધાયા હતા. જ્યારે વર્ષ 2023માં કુલ 2,526 જેટલા ગુનાઓની સંખ્યા નોંધાઈ હતી. જે જોતા છેલ્લા બે વર્ષમાં 25.25 ટકાના વધારા સાથે કુલ 4,414 જેટલા ગુનાઓ પોલીસના સરકારી ચોપડે નોંધાયા હતા. જેમાં છેલ્લા બે વર્ષમાં ચોરીના બનાવોનો રેસિયો 58.20 ટકા વધુ જોવા મળ્યો હતો. બે વર્ષમાં કુલ 986 જેટલા ચોરીના બનાવો સામે આવ્યા હતા.
જિલ્લામાં બે વર્ષ દરમિયાન ડ8વસે 25 ઘરફેડ ચોરીના ગુના સામે રાત્રીના સમયે 240 જેટલા ચોરીના બનાવો નોંધાયા હતા. આ ઉપરાંત વિશ્વાસઘાત અને ઠગાઈ મામલે પણ પોલીસે ફ્રિયાદીઓને ન્યાય અપાવવા છેલ્લા બે વર્ષમાં 162 ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે લૂંટના બે વર્ષમાં કુલ 58 ગુનાઓ નોંધાયા હતા. આમ પોલીસ દ્વારા જેતે ગુનાહિત ઘટનાઓ સામે ફ્રિયાદ આધારે જરૂરી યોગ્ય કાર્યવાહી થાય અને ન્યાયિક તપાસ બાદ સાચા ફ્રિયાદીને ન્યાય મળે તેમજ દોષિત શખ્સો સામે કડક કાર્યવાહી થાય અને નિર્દોષ લોકો ખોટી રીતે ન ફ્સાય તે માટેના પ્રયાસો જોવા મળ્યા હતા.
ગુનાહિત કૃત્યોને ડામવા પોલીસે ફ્રિયાદો નોંધી કાર્યવાહી કરી
સામાન્ય રીતે કોઈ બનાવ કે ગંભીર ગુનાઓ બનતા હોય છે ત્યાં કેટલાક પોલીસ સૂત્રો પોતાના વિસ્તારમાં બનેલી ગુનાહિત ઘટનાઓ પર પડદો પાડતા હોય છે. જેને લઈ ગુનાહિત બનાવો સરકારી ચોપડે ન ચઢતા કોઈ ફ્રિયાદીને ન્યાય મળવાની આશા તૂટી જતી હોય છે.ત્યાં મહેસાણા પોલીસ દ્વારા છેલ્લા બે બર્ષમાં નોંધવામાં આવેલ વિવિધ ગુનાની સંખ્યામાં સતત 25.25 ટકા જેટલો વધારો નોંધાયો છે. જે ક્યાંકને ક્યાંક પોલીસની નિષ્ઠાપૂર્વકની કામગીરી થકી ફ્રિયાદીને ન્યાય અપાવવાના પ્રયાસ તરફ્ ઈશારો કરી રહી છે.


