- જૂન મહિનામાં યોજાશે ટી20 વર્લ્ડ કપ 2024
- રોહિત શર્મા હશે કે હાર્દિક પંડ્યા માંથી કોની કરાશે પસંદગી
- T20 વર્લ્ડ કપમાં પણ રોહિત શર્માને કેપ્ટનશિપ મળવી જોઈએઃપઠાણ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝ વચ્ચે ભારતીય કોચ અને ટીમ સિલેક્ટર પણ ચિંતિત છે કે આ વર્ષે યોજાનાર ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની કમાન કોને સોંપવામાં આવશે. T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા હશે કે હાર્દિક પંડ્યા કે પછી આ બંને સિવાય કોઈ ત્રીજો ખેલાડી હશે તે હજુ નક્કી નથી થયું. આ એપિસોડમાં પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઈરફાન પઠાણે આ સવાલનો જવાબ આપ્યો છે. ઈરફાને કહ્યું કે ટી-20 વર્લ્ડ કપમાં ભારતની કપ્તાની કોને સોંપવી જોઈએ.
ઈરફાને રોહિત અને હાર્દિકમાંથી કોની પસંદગી કરી?
ઈરફાન પઠાણે કહ્યું કે આ વર્ષે જૂન મહિનામાં યોજાનાર વર્લ્ડ કપમાં રોહિત શર્મા અને હાર્દિક પંડ્યામાંથી કોને સુકાનીપદ સોંપવામાં આવે. આ સવાલનો જવાબ આપતા ઈરફાને કહ્યું કે વર્તમાન ભારતીય ટીમને રોહિત શર્માએ પોતાની ઈચ્છા મુજબ તૈયાર કરી છે. ભલે ODI વર્લ્ડ કપમાં ભારત હારી ગયું, પરંતુ ટીમે રોહિતની કપ્તાનીમાં શાનદાર પ્રદર્શન કર્યું. આવી સ્થિતિમાં મને લાગે છે કે T20 વર્લ્ડ કપમાં પણ રોહિત શર્માને કેપ્ટનશિપ મળવી જોઈએ.
ઈજા હાર્દિક માટે અડચણ બની રહી છે
જ્યારથી મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્મા પાસેથી કેપ્ટનશીપ લઈ હાર્દિક પંડ્યાને સોંપી છે. ત્યારથી ચર્ચાએ જોર પકડ્યું છે કે T20 વર્લ્ડ કપમાં પણ હાર્દિકને કેપ્ટનશિપ આપવામાં આવી શકે છે. ઈરફાન પઠાણે હાર્દિક વિશે કહ્યું કે તે પણ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બની શક્યો હોત, પરંતુ તે ઘણા સમયથી ઈજાગ્રસ્ત છે. આવી સ્થિતિમાં તે વર્લ્ડ કપમાં રમી શકશે કે નહીં તે જોવાનું રહ્યું. આ રીતે ઈરફાને સ્પષ્ટ કર્યું છે કે રોહિતને વર્લ્ડ કપમાં ભારતનો કેપ્ટન બનાવવામાં આવે.


