- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સિરીઝની બીજી ટેસ્ટ મેચ
- ભારતીય ટીમ બીજા દાવમાં 255 રનમાં ઓલઆઉટ
- ભારતીય ટીમે ઈંગ્લેન્ડને જીતવા માટે 399 રનનો ટાર્ગેટ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટનો ત્રીજો દિવસ સમાપ્ત થઈ ગયો છે. 399 રનના ટાર્ગેટનો પીછો કરતા દિવસના અંત સુધીમાં ઈંગ્લેન્ડે 67/1 રન બનાવી લીધા છે. પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ ઈંગ્લેન્ડે રેહાન અહેમદને નાઈટ વોચમેન તરીકે ત્રીજા નંબર પર બેટિંગ કરવા મોકલ્યો હતો અને તે વિકેટ બચાવવામાં સફળ રહ્યો હતો.
ભારત મજબુત સ્થિતિમાં
ત્રીજા દિવસની શરૂઆત ભારતની બીજી ઇનિંગ્સ સાથે થઈ, જ્યારે તેણે કોઈ વિકેટ ગુમાવ્યા વિના 28 રન બનાવ્યા હતા. આ દરમિયાન યશસ્વી જયસ્વાલ 17 બોલમાં 15 રન અને કેપ્ટન રોહિત શર્મા 19 બોલમાં 13 રન સાથે રમી રહ્યો હતો. ત્રીજો દિવસ ભારત માટે કંઈ ખાસ નહોતો કારણ કે તેણે ત્રણેય સત્રો રમ્યા વિના તમામ 10 વિકેટ ગુમાવી દીધી હતી. આ સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડ તરફથી સ્પિનર ટોમ હાર્ટલીએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. જ્યારે ભારત માટે શુભમન ગિલે સદી ફટકારી હતી અને 147 બોલમાં 11 ફોર અને 2 સિકસરની મદદથી 104 રનની ઇનિંગ રમી હતી.
બીજા દાવમાં 255 રનમાં ઓલઆઉટ
દિવસના ત્રીજા સેશનમાં ટીમ ઈન્ડિયા તેની બીજી ઈનિંગમાં 255 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બંને દાવમાં બેટિંગ કર્યા બાદ ભારતે ઈંગ્લેન્ડને 399 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્રીજા દિવસના અંત સુધીમાં ઇંગ્લેન્ડે 1 વિકેટના નુકસાને 67 રન બનાવી લીધા છે, ત્યારબાદ બાકીના બે દિવસમાં તેને જીતવા માટે 9 વિકેટે 332 રનની જરૂર છે.
દિવસના અંત સુધીમાં, ઈંગ્લેન્ડ માટે ઓપનિંગ કરનાર જેક ક્રોલી 50 બોલમાં 3 ફોર અને 1 સિકસરની મદદથી 29* રન બનાવીને અણનમ છે અને રેહાન અહેમદ 2 ફોરની મદદથી 9* રન બનાવીને અણનમ છે. બોલ આ દરમિયાન ભારત તરફથી રવિચંદ્રન અશ્વિને 1 વિકેટ લીધી હતી. દિવસના અંત સુધીમાં અશ્વિને 2 ઓવરમાં 8 રન ખર્ચ્યા હતા.
ઈંગ્લેન્ડને સારી શરૂઆત મળી
399 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ઈંગ્લેન્ડને સારી શરૂઆત મળી હતી. ઓપનિંગમાં આવેલા જેક ક્રોલી અને બેન ડકેટે પ્રથમ વિકેટ માટે 50 રનની ભાગીદારી કરી હતી. બંનેની વચ્ચેની પાર્ટનરશિપ અશ્વિને 11મી ઓવરમાં ડકેટની વિકેટ લઈને તોડી નાખી હતી. આક્રમક રમતા ડકેટે 27 બોલમાં 6 ફોરની મદદથી 28 રન બનાવ્યા હતા.


