- સોમવારે કેન્દ્રીય નાણામંત્રીએ રજૂ કર્યું હતું દેશનું વચગાળાનું બજેટ
- પાકિસ્તાનમાં ચાલતી ‘કાશ્મીર એકતા દિવસ’ની ઉજવણી દરમિયાન JKનું બજેટ
- પાકિસ્તાનને IMF પાસેથી મળેલ લોન કરતાં 4.5 ગણું JKનું બજેટ
જમ્મુ કાશ્મીરમાં નાણાકીય વર્ષ 2024-25 માટે લાવવામાં આવેલ વચગાળાનું બજેટ અનેક સંદર્ભોમાં અત્યંત ખાસ માનવામાં આવે છે. પછી બજેટ જે દિવસે રજૂ કરવામાં આવ્યું તે તારીખ હોય કે પછી તેમાં જાહેર કરવામાં આવેલ કુલ રકમ હોય બંને મામલે આ બજેટ અત્યંત ખાસ છે. સોમવારે 5 જાન્યુઆરીના રોજ સંસદમાંથી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આ બજેટ તે સમયે રજૂ કરવામાં આવ્યું જ્યારે આતંકવાદ માટે વિશ્વભરમાં કુખ્યાત પાકિસ્તાનમાં “કાશ્મીર એકતા દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. તો બીજી બાજુ જ્યાં એક તરફ કેન્દ્રશાસિત પ્રદેશનું બજેટ થોડા સમય પહેલા પાકિસ્તાન દ્વારા ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસે માંગવામાં આવેલી કુલ લોનની રકમ કરતાં લગભગ 4.5 ગણું વધુ છે.
જાન્યુઆરી 2024માં IMF એ પાકિસ્તાનને 700 મિલિયન રૂપિયાની લોન મંજૂર કરી હતી, જ્યારે તેના બેલઆઉટ પેકેજની કુલ રકમ 3 બિલિયન યુએસ ડોલર હતી. આ જ કારણ છે કે આ મુદ્દાને લઈને સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ કહ્યું કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા માત્ર દેવાના આધારે જ ચાલી રહી છે, જ્યારે ભારત વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે.
જમ્મુ કાશ્મીરના બજેટમાં જાણો શું-શું છે?
જમ્મુ કાશ્મીરનું વચગાળાનું બજેટ 1.18 લાખ કરોડ રૂપિયાનું છે તેમાં રાજકોષીય ખાધ 20,760 કરોડ રૂપિયા અને કુલ રાજ્ય સ્થાનિક ઉત્પાદન (GSDP)માં 7.5 ટકાનો વૃદ્ધિ દરનું અનુમાન રાખવામાં આવ્યું છે. આ બજેટ મુજબ, 2024-25 માટે મૂડી ખર્ચ 38,566 કરોડ રૂપિયા રહેવાની આશા છે. આ GSDP નો દર 14.64% છે. તો, આગામી નાણાકીય વર્ષ માટે આવકની આવક રૂ. 97,861 કરોડ થવાની સંભાવના છે.
જમ્મુ કાશ્મીરના નાણા વિભાગે કહી આ વાત
જમ્મુ અને કાશ્મીરના નાણા વિભાગના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “કેન્દ્ર સરકાર આ નાણાકીય વર્ષમાં કેન્દ્રશાસિત પ્રદેશ સરકારને રૂ. 41,751.44 કરોડ અને આગામી નાણાકીય વર્ષમાં રૂ. 37,277.74 કરોડ આપવા સહમત થઈ છે. આ સહાયના આંકડાઓને કેન્દ્ર સરકારના 2023-24ના સંશોધિત અનુમાન અને 2024-25ના બજેટ અનુમાનમાં વિધિવત સામેલ કરવામાં આવ્યું છે.”
‘પાયાના સ્તરે લોકશાહીને મજબૂત કરે બજેટ’
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ એક ટ્વિટમાં લખ્યું હતું કે, “હું જમ્મુ અને કાશ્મીરના વચગાળાના બજેટ 2024-25 માટે પીએમ નરેન્દ્ર મોદી અને માનનીય નાણા મંત્રી નિર્મલા સીતારમણનો આભારી છું. આ બજેટ ખેડૂતો, મહિલાઓ, યુવાનો, સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગોને સમર્પિત બજેટ છે અને કેન્દ્રશાસિત પ્રદેશમાં પાયાના સ્તરની લોકશાહીને મજબૂત કરવાનો પ્રયાસ કરે છે. વચગાળાનું બજેટ ઝડપી આર્થિક વૃદ્ધિ માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તો સાથે સાથે બજેટ એ પણ સુનિશ્ચિત કરે છે કે વિકાસ સામાજિક રીતે સમાવિષ્ટ અને ટકાઉ હોય. આ બજેટ કૃષિ અર્થવ્યવસ્થાના ઝડપી વિસ્તરણ પર ભાર મૂકે છે અને ગ્રામીણ-શહેરી વિભાજનને દૂર કરવા ઉપરાંત પ્રાદેશિક અસંતુલનના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.


