- AMCનું વર્ષ 2024 -25 માટે 12262.83 કરોડનું બજેટ
- સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ બજેટ રજૂ કર્યું
- ડ્રાફ્ટ બજેટમાં 1461.83 કરોડના વધારા સાથેનું બજેટ રજૂ
અમદાવાદ મનપાનું 12262.83 કરોડનું બજેટ રજૂ થયુ છે. જેમાં AMCનું વર્ષ 2024 – 25 માટે 12262.83 કરોડનું બજેટ છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ બજેટ રજૂ કર્યું છે. કમિશનરે રૂ. 10801 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. ડ્રાફ્ટ બજેટમાં 1461.83 કરોડના વધારા સાથેનું બજેટ રજૂ કર્યું છે.
એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને રિબેટની જોગવાઈ
એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને રિબેટની જોગવાઈ છે. તેમજ નવા વિસ્તારોમાં પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાશે. ઇલેક્ટ્રિક વાહનોના વેરામાં 100 ટકા રાહતની જાહેરાત કરાઇ છે. તેમજ કઠવાડામાં 45 કરોડના ખર્ચે ગૌશાળા બનાવાશે. રિવરફ્રન્ટમાં ફાયર ચોકી બનાવવામાં આવશે. તેમજ રાજપથ ક્લબથી બોપલને જોડવા અંડરપાસ બનાવવા આયોજન છે. તથા ફિઝિબિલિટી રિપોર્ટ માટે બજેટમાં જોગવાઈ છે. તથા મ્યુનિ. કાઉન્સિલરના બજેટમાં વધારો કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં લોટ્સ ગાર્ડન બનાવવાનું મનપાનું આયોજન
અમદાવાદમાં લોટ્સ ગાર્ડન બનાવવાનું મનપાનું આયોજન છે. જેમાં 20 કરોડના ખર્ચે લોટસ ગાર્ડન બનાવવામાં આવશે. ઈન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ રોડ સુધીનું કામ કરાશે. તેમજ 1 હજાર કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ-3 નું કામ કરાશે. જ્યારે 250 કિમીના રસ્તા રીગ્રેડ કરાશે. જ્યાર 40 કિમીના માઈક્રો રિસરફેસિંગ કરાશે. તેમજ 100 કિમીના ડસ્ટ ફ્રી રોડ મળી 400 કિમી રોડ 790 કરોડના ખર્ચે બનાવાશે. 135 કરોડના ખર્ચે 5 આઈકોનિક રોડ બનાવાશે.
આઈકોનિક રોડમાં પાર્કિગ, ગ્રીન બેલ્ટ સાથેનાં વોક-વે બનાવાશે
આઈકોનિક રોડમાં પાર્કિગ, ગ્રીન બેલ્ટ સાથેનાં વોક-વે બનાવાશે. તેમજ સીટિંગ એરેજમેન્ટ, ઈવી ચાર્જિંગ સ્ટેશન સાથેની સુવિધા રખાશે. તેમજ લો ગાર્ડનની આજુબાજુના રોડ ડેવલપમેન્ટનું 75 કરોડનાં કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તો શહેરમાં પ્રવેશવાના ચારે તરફના રોડ પર 15 કરોડના ખર્ચે એન્ટ્રીગેટ બનાવાશે.


