- મોટા ભાગના શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી વધુ
- 2 દિવસ બાદ ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગની આગાહી
- લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટે તેવી શક્યતા
રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. જેમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. મોટા ભાગના શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી વધુ છે. 2 દિવસ બાદ ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગની આગાહી છે. લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટે તેવી શક્યતા છે. જેમાં આગામી દિવસેમાં કડકડતી ઠંડી પડશે.
પવનની દિશા બદલાતા ઠંડીનું જોર વધી શકે છે
નલિયામાં 14 ડિગ્રી, ડિસામાં 15 ડિગ્રી તથા ગાંધીનગરમાં 17 ડિગ્રી, અમદાવાદમાં 18 ડિગ્રી તેમજ વડોદરા, ભુજ, કેશોદ, રાજકોટમાં 17 ડિગ્રી તાપમાન રહ્યું છે. રાજ્યમાં 3 દિવસ બાદ ઠંડી વધી શકે છે. તેમજ રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે 9 ફેબ્રુઆરીએ ઠંડીનું જોર વધી શકે છે. લઘુતમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે. પવનની દિશા બદલાતા ઠંડીનું જોર વધી શકે છે આગામી 3 દિવસ મિશ્ર ઋતુ રહેશે.
રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો
હાલ ઉત્તર-ઉતરપૂર્વના પવન ફૂંકાયા છે અને આગામી દિવસમાં તાપમાન યથાવત રહેશે. 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટવાની શકયતા વ્યક્ત કરાઈ છે. કમોસમી વરસાદને લઈ જણાવ્યું હતું કે, આવનાર પાંચ દિવસ સુધી કમોસમી વરસાદની કોઈ જ શક્યતા નથી. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. ઉત્તર તરફથી આવતા ઠંડા પવનના કારણે રાજ્યમાં ઠંડી વધી છે.


