- પાલનપુર હેડ ક્વાર્ટરમાં રહેતા પોલીસકર્મીઓ વિદેશી દારૂ સાથે ઝડપાયા હતા
- પાછળની સીટમાં પરપ્રાંતીય દારૂ બોટલ નંગ 3 મળી આવી
- ઉપરોકત બન્ને ઈસમ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
યાત્રાધામ અંબાજી ખાતે પોતાની સેન્ટ્રો કાર નંબર જીજે-01-આરબી-8906 લઈને જઈ રહેલા દલજીભાઈ કેસરભાઈ ચૌધરી(હાલ રહે. સુરક્ષા સેતુ સોસાયટી, પાલનપુર) પોલીસ હેડ કવાર્ટર ખાતે ફરજ બજાવે છે.તેની સાથે નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર રહે.આગમન સોસાયટી, વીરપુર ચોકડી, પાલનપુર મૂળ.રહે.નવા સુદાસણા તા. સતલાસણા જિ.મહેસાણાવાળા જે ગાડીમાં સવાર હતા અને અંબાજી તે કારનો અકસ્માત થતાં લોકોનું ટોળું એકત્ર થઈ જતાં પોલીસને બોલાવી ગાડીની તલાશી લેવામાં આવતાં કારની પાછળની સીટમાં પરપ્રાંતીય દારૂ બોટલ નંગ 3 મળી આવતા ઉપરોકત બન્ને ઈસમ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ત્યારે આ અંગે જે અંગે ઉપરોકત બન્ને કર્મચારીઓને પાલનપુર જિલ્લા પોલીસ વડા દ્વારા ફરજ મોફુક કરવામાં આવેલ છે. ત્યારે સવાલ એ થાય છે કે ખુદ પોલીસ કર્મીઓ જ દારૂની બોટલ સાથે ઝડપાતા દારૂ ક્યાંથી લઈ આવ્યા અને તેમાં અન્ય કોણ સંડોવાયેલુ છે? તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવે તો રાજસ્થાન સરહદેથી દારૂ લઈ આવ્યા હોય તો પોલીસ ચેકપોસ્ટ પર ગાડીની તલાશી કેમ ન લેવાઈ અને જો અંબાજીમાં કોઈએ દારૂ આપેલ હોય તો તે વ્યક્તિ કોણ છે? તે અંગે પોલીસ વડા દ્વારા તપાસ કરાવવામાં આવે તો વધુ વિગતો બહાર આવે તેવી સંભાવના છે. વળી કારમાં દારૂ મળી આવ્યો. પરંતુ બંનેમાંથી એક પણ કર્મચારીએ દારૂ પીધો ન હોય તો કોના માટે દારૂ લાવ્યા? તે પણ તપાસનો વિષય છે.


