- ખેતર માલિકોએ રોડ અડીને તારની વાડ કરતા, ગામની બહાર લોકો કચરો નાખતા સાઈડ લેવામાં મુશ્કેલી
- વારવાર રોડની સાઇડો પહોળી કરવા માટે રજૂઆત કરવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં
- રોડ પર સામસામે વાહન આવી જાય તો રોડની સાઈડ પર કઈ રીતે ઉતારવું તે એક મોટો સવાલ છે
વડગામ તાલુકાના સલેમકોટ થી નિઝામપુરા રોડ ની બંને સાઇડોમાં ખેતર માલિકોએ રોડ ને અડીને વાડનું દબાણ કરતા વાહન ચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. ત્યારે વારંવાર રોડની સાઇડો પહોળી કરવા માટે રજૂઆત કરવા છતાં જવાબદાર અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેવું વાહન ચાલકો જણાવી રહ્યા છે. ત્યારે તાત્કાલિક આ રોડને અડીને ખેતર માલિકોએ જે તારની અને બાવળ ના કાંટા ની જે વાડ રોડની બંને સાઇડો પર સે તે દૂર કરી રોડ પર પડેલો કચરો દૂર કરી રોડ પહોળો કરવામાં આવે તેવી વાહન ચાલકો ની માંગ ઉઠી છે.વડગામ તાલુકાના સલેમકોટથી, શેરપુરા, તાજપુરા અને નિઝામપુરા રોડ પરની બંને સાઈડોના ખેતર માલિકોએ સરકારના નીતિ નિયમો નેવે મૂકી રોડની બંને બાજુ તારની અને બાવળના કાંટા વાડ કરી નાખી છે.જેના લીધે રોડ પર સામસામે વાહન આવી જાય તો રોડની સાઈડ પર કઈ રીતે ઉતારવું તે એક મોટો સવાલ છે. જેના લીધે કેટલીક સામસામે વાહન આવી જતા નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે. કેટલીક વાત સામે બસ આવી જાય તો ગમે તે એક વાહનોને અડધો કિલોમીટર સુધી રિવર્સ મારી પાછળ જવું પડે છે અને ત્યારબાદ જ એક વાહન નીકળે એના પછી બીજી વાહન નીકળી શકે તેવી પરિસ્થિતિ સર્જાય છે જેને લઇ આ રોડની બંને બાજુ એ ખેતર માલિકોએ જે વાડ કરી છે તે વાડ રોડના નીતિ નિયમ મુજબ જગ્યા છોડી વાડ કરવામાં આવે તેવું વાહન ચાલકો જણાવી રહ્યા છે. પણ ખેતર માલિકોએ સરકારી નિયમ ભૂલી રોડ ને અડાડી ને વાડ છે. ત્યારે તાત્કાલિક રોડ ખાતા દ્વારા તારની અને કાંટા ની વાડ રોડ થી સરકારી નિયમ મુજબ દૂર કરવામાં આવે તેવી વાહન ચાલકો ની માંગ છે. ત્યારે સત્વરે આ માર્ગ પરના દબાણો દૂર કરાય તેમ વાહનચાલકો ઈચ્છી રહ્યા છે.


