- ઉત્તરાખંડમાં તમામ માટે સમાન કાયદો:CM ધામી
- ઉત્તરાખંડે ઈતિહાસ બનાવ્યોઃધામી
- અનુસૂચિત જનજાતિ પર UCC લાગુ નહીં થાય
આ સાથે જ ઉત્તરાખંડમાં મહત્વનો કાયદો એવો UCC યુનિફોર્મ સિવિલ કોડનો કાયદો પસાર થયો છે. આ સાથે જ ઉત્તરાખંડમાં તમામ માટે સમાન કાયદો લાગુ કરવામાં આવશે. જેની સાથે જ ઉત્તરાખંડ સરકારે ઈતિહાસ રચ્યો છે. CM પુષ્કરસિંહ ધામી સરકાર ઉત્તરાખંડમાં UCC – સમાન નાગરિક ધારો લાગુ કરવામાં આવી રહ્યો છે. આ સાથે ઉત્તરાખંડ સમાન કાયદો લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે.
આ અગાઉ છઠ્ઠી ફેબ્રુઆરીએ ઉત્તરાખંડ સરકાર વિધાનસભા સત્રમાં આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. વિધાનસભા ગૃહમાં વિધેયક રજૂ થયા બાદ UCC પર ચર્ચા કરવામાં આવી હતી. ઉત્તરાખંડ વિધાનસભામાં UCC બિલ રજૂ થયા હતા. જે પછી બુધવારે વિધાનસભા સત્ર દરમિયાન ચર્ચા બાદ યુનિફોર્મ સિવિલ કોડ બિલ એટલે કે UCC વોઇસ વોટ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. આ સાથે ઉત્તરાખંડ સમાન કાયદો લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે.
ક્યા પ્રકારના થશે ફેરફાર
તેમજ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તમામ નાગરિકો માટે તેમના ધર્મને ધ્યાનમાં લીધા વિના સમાન લગ્ન, છૂટાછેડા, જમીન, મિલકત અને વારસાના કાયદા સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે આ બિલ રજૂ કર્યું હતું. યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ થયા બાદ બહુપત્નીત્વ પર પ્રતિબંધ મુકવામાં આવશે અને બહુપત્નીત્વ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવશે. યુવતીઓ માટે લગ્નની કાયદાકીય ઉંમર 21 વર્ષ નક્કી કરી શકાય છે. લિવ-ઇન રિલેશનશિપમાં રહેનારાઓ માટે પોલીસ રજિસ્ટ્રેશન જરૂરી રહેશે.


