- રાજકોટ જિલ્લા મધ્યસ્થ જેલ ખાતેથી પૂર્વ કચ્છ પોલીસે કબ્જો લીધો
- પૂર્વ કચ્છ પોલીસે મૌલાનાની ધરપકડ કરી લીધી છે
- સામખીયાળીમાં ધાર્મિક કાર્યક્રમમાં ભડકાવ ભાષણ આપ્યું હતું
મૌલાના મુફતી સલમાન અઝહરીની કચ્છ પોલીસે ધરપકડ કરી છે. જેમાં રાજકોટ જિલ્લા મધ્યસ્થ જેલ ખાતેથી કબ્જો લીધો છે. પૂર્વ કચ્છ પોલીસે મૌલાનાની ધરપકડ કરી આગળની તપાસ હાથધરી છે. જેમાં સામખીયાળીમાં ધાર્મિક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું.
આજે બપોર બાદ ભચાઉ કોર્ટમાં રજૂ કરવામાં આવશે
આ કેસમાં મૌલાનાની ધરપકડ કરવામાં આવી છે. આજે બપોર બાદ ભચાઉ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આરોપીના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતા જુનાગઢ પોલીસ દ્વારા મુંબઈના ઘાટકોપરના રહેવાસી મૌલાના સલમાન અઝહરી સહિતના ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા ગુનાના કામે રજીસ્ટર્ડ કરવામાં આવેલા કેસમાં આઈપીસીની કલમ 447, 465, 471નો ઉમેરો કરાવવામાં આવ્યો હતો.
ત્રણેય આરોપીઓની જામીન અરજી કરવામાં આવી
આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા પોલીસ દ્વારા વધારાના રિમાન્ડ માંગવામા ન આવતા કોર્ટમાં બચાવ પક્ષના વકીલ દ્વારા ત્રણેય આરોપીઓની જામીન અરજી કરવામાં આવી હતી. જ્યારે આરોપીઓને જામીન આપવા ન આવે તે માટે બાર મુદ્દાઓ કોર્ટના ધ્યાન પર મૂકવામાં આવ્યા હતા. જો કે કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓના શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં મૌલાના મુફ્તિ સલમાન અઝહરીની હવે કચ્છ પોલીસે ધરપકડ કરી છે તથા આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.


