- સ્ટેજની આસપાસ કાપડ પર પણ ફાયર પ્રુફ કલર લગાવાશે
- નાના ગરબા મેદાન પર ફાયર એસ્ટિંગ્યુશર રાખવા પડશે
- મેદાનમાં સ્ટોલ ધારકોને ગેસ બોટલની પરવાનગી નહીં
વડોદરામાં ગરબા મેદાનો માટે નવો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મંદિરની આસપાસ ફાયર પ્રુફ કલર લગાવાશે. સ્ટેજની આસપાસ કાપડ પર પણ ફાયર પ્રુફ કલર લગાવાશે. નાના ગરબા મેદાન પર ફાયર એક્ટિંગ્યુશર રાખવા પડશે. તથા મેદાનમાં સ્ટોલ ધારકોને ગેસ બોટલની પરવાનગી નહીં. તેમજ દરેક સ્ટોલ પર ઇલેક્ટ્રિક સાધનો જ વાપરવા પડશે.
રાજ્યમાં પ્રથમવાર વડોદરામાં નવો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે
રાજ્યમાં પ્રથમવાર વડોદરામાં નવો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરામાં યુનાઈટેડ વે ગરબાના આયોજક સામે ફરિયાદ થઇ છે. જેમાં તરસાલી વિસ્તારની બે યુવતીઓએ ફરિયાદ કરી છે. જેમાં ગરબામાં પોલીસ, કલેક્ટર કચેરીના અધિકારીની માગ છે. તથા ચેરિટી કમિશનર કચેરીના અધિકારીની નિમણૂક કરવા માગ કરી છે. ગતવર્ષે મેદાનમાં કાંકરીના કારણે ખેલૈયાઓેને પરેશાની થઈ હતી. તથા ગરબામાં યુવતીએ ઈ સિગરેટ પીતા ધાર્મિક લાગણી દુભાઈ હતી.
ગરબાના મેદાનમાં કાંકરી વાગવાને કારણે ખેલૈયાઓએ યાતના ભોગવી
યુનાઇટેડ વે ગરબાના આયોજકો સામે ચેરીટી કમિશનરમાં ફરિયાદ થતા આયોજકો મુંજવણમાં છે. જેમાં તરસાલી વિસ્તારની બે યુવતીઓએ ફરિયાદ કરતા મામલો ગરમાયો છે. તેમાં નિમિષા અને રિના ગજ્જરે વકીલ અનંત ક્રિશ્ચિયન મારફતે ફરિયાદ કરી છે. જેમાં ગરબામાં પોલીસ, કલેકટર અને ચેરિટી કમિશનર કચેરીના અધિકારીની નિમણૂક કરવા માંગ કરી છે. ગતવર્ષે કલાલી ખાતે ગરબાના મેદાનમાં કાંકરી વાગવાને કારણે ખેલૈયાઓએ યાતના ભોગવી હતી. તથા ગરબામાં યુવતી ઈ સિગરેટનો કસ ખેંચી ગરબે રમતા ધાર્મિક લાગણી દુભાઈ હતી. ત્યારે આ વખતે તે પ્રકારની ઘટના બને નહિ તે માટે માંગ કરાઇ રહી છે.