- તમામ દુકાનદારોએ ભાડુ ભરપાઇ કરતા સીલ મરાયુ નહી
- બીજા દિવસે રૂા. 70 લાખના ભાડાની વસૂલાત કરી
- ગોધરા પાલિકા દ્વારા દુકાનોના ભાડાની વસુલાત કરાઇ હતી.
ગોધરા નગર પાલિકા દ્વારા પાલિકાનાં હદમાં આવતા યાદી મુજબના દુકાનદારો પાસે બાકી ભાડાની વસુલાતની કાર્યવાહી આજે બીજા દિવસે પણ પાલિકાના અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી.
બીજા દિવસના અંતે ગોધરા નગર પાલિકાએ રૂ.70 લાખની ભાડા વસુલાત કરી હતી.ત્યારે આજે 90 દુકાનો ઉપર ભાડા વસુલાત ની કાર્યવાહી નગર પાલિકા દ્વારા કરવામાં આવી હતી.જેમાં કેટલાક દુકાનદારો એ નગર પાલિકા કચેરી ખાતે જાતે જઈ ભાડું ભરપાઈ કર્યું હતું. જ્યારે અમુક દુકાનદારો એ ભાડા વસુલાત માટે આવેલા નગર પાલિકાનાં અધિકારીઓને ભાડું સ્થળ ઉપર જ આપ્યું હતુ.ત્યારે આજે બુધવાર નાં રોજ કુલ રૂ.70 લાખ ભાડું પાલિકાએ યાદી મુજબના બાકી ભાડા દુકાનદારો પાસેથી વસુલ્યા હતા. આજ રોજ એકપણ દુકાન ને સીલ મારવામાં આવ્યુ નાં હતું. મંગળવાર અને બુધવાર એમ બે દિવસમાં પાલિકા એ રૂ.80 લાખની બાકી ભાડાની વસુલાત કરી હતી. આગામી દિવસોમાં પણ ભાડા વસુલાતની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
તો આજે બીજા દિવસે દુકાનદારોએ કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો છે. તેવું પાલિકાના અધિકારીઓને જણાવતા હાલ અધિકારીઓ બપોર સુધી ભાડા વસુલાતની કામગીરી ઉપર રોક લગાવી હતી. ત્યારે બપોર બાદ પાલિકાના અધિકારીઓએ પુનઃ આ કામગીરી ગોધરા શહેરના બગીચા રોડ અને કલાલ દરવાજા વિસ્તારમાં હાથ ધરી હતી. જેમાં પાલિકાનાં અધિકારીઓ બાકી ભાડાની વસુલાત શહેરનાં બગીચા રોડ અને કલાલ દરવાજા વિસ્તારમાં કરવામાં આવી હતી. ગોધરા નગર પાલિકા શોપિંગ સેન્ટર ની દુકાનો ની સીલિંગ પ્રક્રિયા પર સવારે થોડાક સમય માટે રોક લાગી હતી. જેમાં દુકાનદારો એ કોર્ટ દ્વારા સ્ટે આપવામા આવેલ હોવાનું નગરપાલિકા નાં અધિકારીઓને જણાવતા અધિકારીઓએ કોર્ટ નું માન રાખી અને લંચ બ્રેક નો પણ ટાઈમ હોઈ સીલિંગ ની કામગીરી સ્થગિત કરવામાં આવી હતી.ત્યારે કોર્ટ નો ઓર્ડર હાથ મા આવ્યે થી એ પ્રમાણે કોર્ટ ના ઓર્ડર ને અમલ કરવા નગરપાલિકાના અધિકારીએ મત આપ્યો હતો. જેમાં પાલિકા દ્વારા બપોર બાદ પુનઃ ભાડા વસુલાત ની કામગીરી કરી હતી.


