- નહીં માને તે માલદીવ દેવાળિયું થઈ જશે
- ચીનના જોરે કૂદતું માલદીવ હવે ફસાયું
- માલદીવને વધુ દેવું મુશ્કેલી નોતરશે એવી આઈએમએફે ચેતવ્યું
ચીનના જોરે ભારતને દમદાટી આપી રહેલું માલદીવ ચીનના દેવાની જાળમાં ફસાઈ રહ્યું છે. સ્થિતિ એવી છે કે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝ્ઝુએ ખુદ સંસદમાં કહ્યું છે કે દેશની આર્થિક સ્થિતિ ડગમગી જવાને કારણે તેઓ નવા વિકાસ કાર્ય હાથ ધરી શકતા નથી. દરમિયાન, દેવાના બોજથી દબાયેલા માલદીવને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે કડક ચેતવણી આપી છે. IMFએ ચીન પાસેથી અબજોની લોન લેનાર માલદીવને લોન સંકટ અંગે ચેતવણી આપી છે.
મળતી માહિતી અનુસાર, ચીન અને માલદીવની વધતી જતી નિકટતા વચ્ચે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ મોઈજ્જુ વહીવટીતંત્રને ‘ઋણ સંકટ’ની ચેતવણી આપી છે. ચીન પાસેથી અબજો ડોલરની લોન લેનાર માલદીવને ચેતવણી આપતાં IMFએ કહ્યું છે કે માલદીવે તરત જ તેની નીતિ બદલવાની જરૂર છે. IMFએ કહ્યું છે કે ભારત સાથેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે માલદીવે ચીન પાસેથી અબજો રૂપિયાની લોન લીધી છે. આવી સ્થિતિમાં હિંદ મહાસાગરમાં વ્યૂહાત્મક મહત્વ ધરાવતા આ દેશે તરત જ પોતાની નીતિઓ પર પુનર્વિચાર કરવો જોઈએ.
માલદીવે નીતિમાં ફેરફાર કરવા પડશે
IMFએ માલદીવની અર્થવ્યવસ્થાની સમીક્ષા કર્યા બાદ જણાવ્યું હતું કે, જો માલદીવ મહત્વપૂર્ણ નીતિમાં ફેરફાર નહીં કરે તો દેશની એકંદર રાજકોષીય ખાધ અને જાહેર દેવું ઊંચુ રહેવાનો અંદાજ છે.
મહત્ત્વનું છે કે માલદીવનું અર્થતંત્રનો મોટો હિસ્સો પર્યટન પર આધારિત છે. આવામાં જ્યારે કોરોનાકાળ સમાપ્ત થયો ત્યારે ખૂબ ઓછા પ્રમાણમાં માલદીવ પર્યટન ઉદ્યોગ માંડ ટ્રેક પર આવ્યો, રંતુ ભારત સાથે વિવાદમાં ઉતરી ગયા બાદ ભારતીય પ્રવાસીઓ માલદીવનો બોયકોટ કરી દીધો છે. જેથી હવે માલદીવમાં પર્યટકોની સંખ્યામાં ઓછી થવા લાગી છે અને શ્રીલંકા આગળ નીકળી ગયું છે. માલદીવનું અર્થતંત્રનો એક તૃતિયાંશ હિસ્સો ટુરિઝ્મથી આવે છે. આમ છતાં દેશ ચલાવવા માટે તેને ચીન પાસેથી અબજો ડોલરનું દેવું કરવું પડે છે.
વિદેશી દેવા મુદ્દે માલદીવે આવું નિવેદન આપ્યું
આઈએમએફે જણાવ્યું કે આયોજન પૂર્વક એરપોર્ટનું વિસ્તરણ અને હોટલની સંખ્યામાં વધારો થવાથી માલદીવનો આર્થિક વિકાસ ઝડપી થઈ શકે છે. આઈએમએફ વધુમાં કહ્યું કે માલદીવ પર દેવાનો ડુંગર સતત વધવાનો ખતરો છે. વર્લ્ડ બેંક અનુસાર માલદીવના નાણાં મંત્રાલયે વર્ષ-2021માં એવો સ્વીકાર કર્યો હતો કે તેની પાસે ત્રણ બિલિયન ડોલરથી વધુ વિદેશી લોન છે. આના 42 ટકા હિસ્સો ચીનનો છે.


