- શિક્ષકો વચ્ચેના ઝઘડામાં અભ્યાસક્રમ બાકી રહી જતાં વિદ્યાર્થીના ભાવિ અધ્ધરતાલ
- ધો.10 અને 12ના શિક્ષકો દિવાળી પછી બીજા સત્રના પ્રારંભથી આવતા નથી
- નડિયાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવીને કલેકટરને આવેદનપત્ર
માતરના બામણગામમાં આવેલ સાગર ઇન્ટરનેશલ સ્કૂલમાં ધો.10 અને 12ના શિક્ષકો દિવાળી પછી બીજા સત્રના પ્રારંભથી આવતા નથી .જેને લઇને ધો.10 અને 12 ના 200 ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસક્રમથી વંચિત રહ્યા છે. બોર્ડની પરીક્ષાનો એક માસ જેટલો સમય બાકી રહ્યા છે. ત્યારે ધો.10 અને 12ના અભ્યાસક્રમ બાકી હોવાથી વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ જોવા મળી રહ્યું છે. શાળાના સંચાલક અને શિક્ષકો વચ્ચે થયેલા આંતરિક ડખાને લીધે શિક્ષકો શાળામાં આવતાં નથી. વિદ્યાર્થીઓ અને વાલીઓ ટોળુ નડિયાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવીને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
માતરના બામણગામમાં આવેલ સાગર ઇન્ટરનેશલ સ્કૂલમાં ધો. 1 થી 12ના વર્ગો ચાલે છે. આ સ્કૂલમાં દિવાળી પછી બીજા સત્રના પ્રારંભથી જ શાળામાં ધો.10 અને 12માં ભણાવવા માટે શિક્ષકો આવતાં નથી. જેને લઇને વિદ્યાર્થીઓનો અભ્યાસ ક્રમ પૂર્ણ થયો છે. બીજાસત્રનો અભ્યાસ ક્રમમાં એકપણ પાઠ ભણાવવામાં આવ્યો નથી. જેથી ધો. 10 અને 12ના 200 ઉપરાંત વિદ્યાર્થીઓ દિવાળી પછીના બીજા સત્રના અભ્યાસથી વંચિત રહ્યા છે. જેને લઇને વિદ્યાર્થીઓને નુકશાન થઇ રહ્યું છે. શાળાના સંચાલક અને શિક્ષકો વચ્ચે થયેલ આંતરિક વિવાદ ને લઇને શાળામાં શિક્ષકો આવતાં નથી. વિદ્યાર્થીઓના અભ્યાસ બગડતાં એક માસ પછી આવનારી બોર્ડની પરીક્ષામાં અસર પડનારી છે. તેમજ વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ જોવા મળી રહ્યું છે.
વિદ્યાર્થીઓ નાપાસ થાય તેના માટે જવાબદાર કોણ?
આ અંગે વાલી અશ્વિનભાઇ રાઠોડે જણાવ્યું હતું કે, મારો પુત્ર જયદીપ ધો 10માં અભ્યાસ કરે છે. શાળામાં આંતરિક વિવાદને લઇને દિવાળી પછી બીજાસત્ર શરૂ થાય બાદ શાળામાં શિક્ષકો આવતાં નથી. જેને લઇને ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડયો છે. તેમને બીજા સત્રમાં કોઇ અભ્યાસક્રમ ભણાવવામાં આવ્યો નથી. જેથી વિદ્યાર્થીઓ આ અભ્યાસ બાકી રહેતાં તેના ભાવિ અસર પડે છે. બાળક નપાસ થાય તો તેના માટે જવાબદાર કોણ?
તપાસ કરીને વિદ્યાર્થીઓ અભ્યાસ બાકી હશે તો તેને પૂર્ણ કરાવી દઇશું : જિલ્લા શિક્ષણાધિકારી
ખેડા જિલ્લા શિક્ષણાધિકારી કલ્પેશભાઇ રાવલે જણાવ્યું હતું કે, સાગર ઇન્ટરનેશન સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓની રજૂઆત આવી હતી. આ રજૂઆતના આધારે આવતીકાલે (શનિવારે) શિક્ષણાધિકારી કચેરીના બે અધિકારીઓ દ્વારા તપાસ કરીને વિદ્યાર્થીઓનો જો અભ્યાસ બાકી હશે તો બોર્ડની પરીક્ષા પહેલા ધો.10 અને 12 વાદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ કરી દેવામાં આવશે.


