- અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન કહ્યાં વિના ચાલ્યા ગયા હતા
- ખેડા ટાઉન પોલીસે ગોલબેજ સીમમાંથી અજાણી અસ્થિર મગજની મહીલાને મળી આવી
- પોલીસે ગણત્રીના સમયમાં મહીલાને તેના પરીવાર સાથે મિલન કરાવ્યુ
ખેડા ટાઉન પોલીસે ગોલબેજ સીમમાંથી અજાણી અસ્થિર મગજની મહીલાને મળી આવી હતી.પોલીસે ગણત્રીના સમયમાં મહીલાને તેના પરીવાર સાથે મિલન કરાવ્યુ હતુ. જેને પગલે મહીલાના પરીવારજનોએ ખેડા પોલીસનો આભાર માન્યો હતો.
પ્રાપ્ત માહીતી મુજબ ખેડા પોલીસને 100 નંબરથી વર્ધી મળી હતી.કે નેશનલ હાઈવે પર ગોબલેજ ગામની સીમમાં આવેલ દર્શન હોટલ સામે હાઈવે રોડ પર એક અજાણી મહીલા એકલી ઉભી છે. અને સાધનો રોકે છે. જેને પગલે પોલીસે સ્થળ પર જઈને અજાણી મહીલાને ખેડા પોલીસ મથકે લાવવામાં આવ્યા અને તેની માહીતી મેળવવા માટે ટાઉન પીઅઆઈ સહીતના અધિકારીઓ કામગીરી કરી હતી.જેમાં સ્થાનીક પોલીસે સોશીયલ મીડીયા અને તેમના અંગત માણસોથી તપાસ હાથ ધરી હતી.મહીલા પીએસઆઈ ચૌધરી અને પોલીસની શી ટીમ દ્વારા પુછપરછ કરતા મહીલાનુ નામ કમળાબેન મહેન્દ્વભાઈ રોહીત હોવાનુ જાણવવા મળયુ હતુ.અને તે અમદાવદના ઓઢવ વિસ્તારના હોવાની માહીતી મળી હતી.જેને પગલે પોલીસે આ વિસ્તારમાં તપાસ કરાવી હતી. જેમાં પોલીસે ગણત્રીના સમયમાં મહીલાના સગા ભરતભાઈ મીઠાભાઈ પરમાર અને કનુભાઈ કાળાભાઈ પરમાર રહે.સીંગરવાને ખેડા પોલીસ મથકે મહીલાની ઓળખ બોલાવ્યા હતા.જે દરમ્યાન પોલીસને મળેલ અજાણી મહીલા તેમની કાકી થતા હોવાનુ જણાવ્યુ હતુ.જેમને અમદાવાદ સીવીલ હોસ્પીટલમાં 1લી ફેુબઆરીના રોજ સારવાર માટે દાખલ કર્યા હતા.તેઓ 4 ફેબુઆરીના રોજ અમદાવાદ સીવીલ હોસ્પીટલમાં કોઈને પણ જાણ કર્યા વિના નીકળી ગયા હતા.જેને પગલે પરીવારજનો શોઘખોળ કરતા હતા.આ દરમ્ યાન ખેડા પોલીસ મથકેથી જાણ થતાં તેઓ તપાસ માટે આવતા અજાણી મહીલા તેમના ગુમ થયેલા કાકી હોવાનુ જણાવ્યુ હતુ. પોલીસે મહીલા કમળાબેન રોહીતને તેના પરીવારજનોની સાથે મિલન કરાવ્યુ હતુ.કમળાબેનનુ તેમના પરીવારજનો સાથે મિલન કરાવતા પરીવારજનોએ ખેડા પોલીસનો આભાર માન્યો હોવાનુ ટાઉન પીઆઈ ચૌધરીએ જણાવ્યુ હતુ.


